Gujarat

તારીખ 26 જુલાઈ એટલે કારગિલ વિજય દિવસનું નામ આપવામાં આવ્યું. તારીખ26 જુલાઈ 1999 ના રોજ ભારતીય સેનાએ સફળતાપૂર્વક મુખ્ય ચોકીની કમાન

તારીખ 26 જુલાઈ એટલે કારગિલ વિજય દિવસનું નામ આપવામાં આવ્યું. તારીખ26 જુલાઈ 1999 ના રોજ ભારતીય સેનાએ સફળતાપૂર્વક મુખ્ય ચોકીની કમાન સાચવી હતી જે પાકિસ્તાની ગુસ્સપેટીઓ દ્વારા આપણી પાસેથી છીનવી લેવામાં આવી હતી.ભારતના પ્રધાનમંત્રી દર વર્ષે આ દિવસને ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોત સાથે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપે છે. સશસ્ત્ર બળના સ્મરણ માટે આખા દેશમાં આ દિવસ આ દિવસને સન્માન સાથે તેમને યાદ કરવામાં આવે છે.આ દિવસ નિમિત્તે શ્રી જિજ્ઞાસા વિદ્યાલય મોટી કુંકાવાવ ના વિદ્યાર્થીઓએ મોટી કુંકાઓમાં આવેલી શ્રીનાથજી હવેલી એ જઈ કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હવેલીના મુખ્યશીએ તથા શ્રી જિજ્ઞાસા વિદ્યાલયના આચાર્ય શ્રી દેવમુરારી સાહેબે કારગિલ યુદ્ધ નો ઇતિહાસ વિશે વિદ્યાર્થીઓને પ્રવચન આપ્યું હતું.જેના હેતુ બાળકોમાં અધ્યાત્મિક દેશ પ્રેમ તથા બહાદુરતા લાવવાનો હતો. અમારવિર જવાનો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવ્યું હતું અને વૃક્ષારોપણ કર્યું હતું.

IMG-20220726-WA0035-0.jpg IMG-20220726-WA0034-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *