Gujarat

 તાલાલામાં પરશુરામ જયંતિ નિમિત્તે વિવિધ શોભાયાત્રા સાથે ભગવાન પરશુરામ ના વેશભૂષા સાથે ઉજવણી કરી  અહેવાલ સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ ની 

તાલાલા શહેરમાં ગઈ કાલે 3/5/2022 ના રોજ મંગળવારે વિશાળ શોભાયાત્રા નું પરિભ્રમણ થયું.
વિપ્ર પરીવારો પારંપરિક વેશભૂષા ધારણ કરી જોડાયા.
તાલાલા પંથકના ૪૫ ગામમાં વસવાટ કરતા તમામ વિપ્ર પરિવારો દિવ્ય અલૌકિક ઉજવણીમાં ઉમળકાભેર ભાગ લેધો.
     ગીરના પાટનગર તાલાલા શહેરમાં શ્રી પરશુરામ દાદા ના પ્રાગટ્ય મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો તાલાલા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ.
            આ પ્રસંગે તા.૩ તારીખ ને મંગળવારે બપોરે ૩:૦૦ વાગે બ્રહ્મ સમાજ માં પરશુરામદાદાની મહાપૂજા બાદ આરતી યોજાઈ,ત્યારબાદ 5 કલાકે વિશાળ શોભાયાત્રા નીકળી,આ શોભાયાત્રા તાલાલા નગરના તમામ મુખ્ય માર્ગો ઉપર પરિભ્રમણ કરી બ્રહ્મ સમાજ પરત ફરી,આ શોભાયાત્રામાં વિપ્ર પરિવારો ના સંતાનો પારંપરિક વેશભૂષા ધારણ કરી જોડાયા,સાંજે તમામ વેશ ભુષા ધારણ કરતા બાળકો ને યોગ્ય પુરસ્કાર શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. સાંજે 8 વાગે  વિપ્ર પરિવારો તથા વિવિધ સમાજના અગ્રણીઓ સમુહ પ્રસાદ(ભોજન)લેધો.તાલાલા ગીરના ૪૫ ગામોમાં વસવાટ કરતા તમામ વિપ્ર પરીવારો દિવ્ય અલૌકિક ઉજવણીમાં ઉમળકાભેર જોડાયા.તાલાલા શહેરમાં પરશુરામ જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ભવ્યાતિભવ્ય ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે તાલાલા શહેરના લોકલાડીલા ધારાસભ્ય એવા ભગવાનભાઈ બારડ શહેરના નગરપાલિકાના ઉપપ્રમુખ અમીતભાઈ ઉનડકટ તથા દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથે બ્રહ્મ સમાજના આ પાવન અવસર ને ખૂબ ભક્તિથી ઉજવવામાં આવ્યો હતો અને બ્રહ્મ પરિવાર સાથે મળીને આ કાર્યક્રમ ની ઉજવણી બદલ તાલાલા શહેરમાં તથા બ્રહ્મ પરિવારમાં ખૂબ આનંદ ઉત્સવ ની લાગણી છવાઈ ગઈ હતી અને આ પરશુરામ શોભાયાત્રા જોવા નગરના તમામ લોકોએ પરશુરામ ભગવાન ના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા સાથે વેશભૂષા કાર્યક્રમમાં બાળકોને પણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને બપોરે આરાધ્ય દેવ એવા ભગવાન પરશુરામ જી ની પુજા કરી સાંજે મહા આરતી મહાપ્રસાદ લીધો હતો. બ્રહ્મ સમાજ ના આગેવાનોએ જે સમાજને અડીખમ રાખ્યો છે એવા સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું તથા બ્રહ્મા મંદિરના મહંત પૂજ્ય ગણેશની બાપુનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને પૂજ્ય ગણેશમુની બાપુના આશીર્વાદ લીધા તથા દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમને તમામ ભુદેવો એ ખુબ ખુબ આશીર્વાદ આપ્યા હતા.હોવાનું તાલાલા ગીર થી કાજલ ભટ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું હતું

Screenshot_20220504-170343_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *