સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
અખાત્રીજ નિમિતે સાવરકુંડલા શહેર અને તાલુકાની વિવિધ ગૌશાળામાં નરસિંહભાઈ ડોબરીયા દરેડવાળા હાલ.- મુંબઈ હસ્તે જયેશભાઈ માટલીયા સાવરકુંડલા વાળા દ્વારા બારસો મણ મકાઈ, જુવારનો લીલો ચારો ગાયો અને વિવિધ ગૌશાળામાં અર્પણ કરવામાં આવ્યો હતો સાવરકુંડલા શહેરની શિવાજીનગર ગૌશાળા, બજરંગદાસ ગૌશાળા, શ્રીકૃષ્ણ ગૌશાળા, સાંગાબાપા ગૌશાળા, સમર્પણ ગૌશાળા, કુંડલા ગૌશાળા ઉપરાંત કરજાળા ખાતે આવેલ ચતુરભગતની ગૌશાળા, રાજુલાના વાવેરા ખાતે આવેલ હનુમંત ગૌશાળા વગેરે ગૌશાળા અને શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતી ગાયો અને નંદીઓને બારસો મણ કરતાં વધુ લીલો ચારો અર્પણ કરવામાં આવ્યો હતો એ તકે ગૌસેવક પ્રતાપભાઈ ખુમાણ, અમરૂભાઈ ખુમાણ, અતુલભાઈ જાની ફૌજી, હર્ષદભગત કાબરીયા, હોમગાર્ડ ઓફિસર અમીતગીરી ગોસ્વામી વગેરે દ્વારા ગૌસેવા કરી ચારો પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમ આજીવન ગૌસેવક અને દાતા જયેશભાઈ માટલીયાની યાદી જણાવેલ છે..


