પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારની
ઉપસ્થિતિમાં કરાશે શિક્ષક દિનની ઉજવણી
આગામી તા. ૦૫મી, સપ્ટેમ્બરના રોજ સવારે ૧૧:૦૦ કલાકે છોટાઉદેપુર ખાતે આવેલા દરબાર હોલમાં રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબિબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુરના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવશે
આજીવન શિક્ષક અને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન નિમિત્તે સમગ્ર દેશમાં તા. ૦૫મી, સપટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. છોટાઉદેપુર ખાતેના દરબાર હોલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવશે. શિક્ષક દિનની ઉજવણી દરમિયાન જિલ્લામાં શ્રેષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને તાલુકા/જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકનું વિતરણ કરવામાં આવશે.
શિક્ષક દિનના આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રીની સાથે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિરોધપક્ષના નેતા સુખરામભાઇ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલઅને સાંસદ ગીતાબેન રાઠવા ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે રાજયસભાના સાંસદ નારણભાઇ રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી, છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહભાઇ રાઠવા, છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ભાવના રાઠવા, છોટાઉદેપુર નગર શિક્ષણ સમિતિના ચેરમેન હાજી ફારૂક એમ. ફોદા અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય મુકેશભાઇ રાઠવા ઉપસ્થિત રહેશે એમ આયોજકો તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
