Gujarat

દસાડાનો ૧૭ વર્ષનો સૌથી નાની વયનો નેશનલ શૂટર ૩૬મી નેશનલ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

સુરેન્દ્રનગર
ગુજરાતમાં યોજાનારી ૩૬મી નેશનલ ગેમ્સમાં ૬૫૦૦થી વધુ ખેલાડીઓ ભાગ લેવા ગુજરાત આવશે. જેમાં સૌથી વધુ ગુજરાતના ૬૯૬ ખેલાડીઓ ભાગ લેવાના છે. જેમાં આ નેશનલ ગેમ્સમાં ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં પુરૂષ વિભાગમાં દેશના કુલ ૧૬ ખેલાડીઓ ભાગ લેવાના છે. જેમાં દસાડાનો ૧૭ વર્ષનો સૌથી નાની વયનો નેશનલ શૂટર ૩૬મી નેશનલ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આ યુવાને સતત ત્રણ વર્ષે શૂટિંગ સ્પર્ધામાં સ્ટેટ લેવલે ત્રણ ગોલ્ડ મેડલ જીતી ફરી ઇતિહાસ રચ્યો હતો. આ યુવાને ઇન્ટરનેશનલ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી સિલ્વર મેડલ જીત્યો હતો. ગુજરાતમાં ૨૯મી સપ્ટેમ્બરથી ૧૨ ઓક્ટોબર દરમિયાન નેશનલ ગેમ્સનું આયોજન થઇ રહ્યું છે. આ દરમિયાન ૩૬મી નેશનલ ગેમ્સ ઘણી ખાસ બની રહેશે. કારણ કે, તેમાં કોમનવેલ્થથી લઇ ઓલિમ્પિક મેડલિસ્ટ ખેલાડીઓ પણ મોટી સંખ્યામાં ભાગ લેવાના છે. ત્યારે ગુજરાતમાં યોજાનારી ૩૬મી નેશનલ ગેમ્સમાં દેશના ૩૩ રાજ્યોના ૬૫૦૦થી વધુ ખેલાડીઓ ભાગ લેવા ગુજરાત આવશે. જેમાં સૌથી વધુ ગુજરાતના ૬૯૬ ખેલાડીઓ ભાગ લેવાના છે. આ નેશનલ ગેમ્સમાં ઓલિમ્પિક સ્ટાર એથ્લિટ નીરજ ચોપરા પણ ભાગ લઇ રહ્યોં છે. જેમાં આ નેશનલ ગેમ્સમાં ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં પુરૂષ અને મહિલા વિભાગમાં દેશના કુલ ૧૬-૧૬ ખેલાડીઓ ભાગ લેવાના છે. પુરૂષ વિભાગના કુલ ૧૬ ખેલાડીઓમાંથી દસાડાનો ૧૭ વર્ષનો બખ્તિયારૂદીન મલીક સૌથી નાની વયનો અને ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ગુજરાતનો એકમાત્ર ખેલાડી જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાનો ૧૭ વર્ષનો સૌથી નાની વયનો નેશનલ શૂટર બખ્તિયારૂદીન મલીક ૩૬મી નેશનલ ગેમ્સમાં ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. દેશના વિવિધ રાજ્યોના પુરૂષ વિભાગના કુલ ૧૬ ખેલાડીઓમાંથી દસાડાનો ૧૭ વર્ષનો બખ્તિયારૂદીન મલીક સૌથી નાની વયનો અને ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ગુજરાતનો એકમાત્ર ખેલાડી છે. જેણે સતત ત્રણ વર્ષે શૂટિંગ સ્પર્ધામાં સ્ટેટ લેવલે ત્રણ ગોલ્ડ મેડલ જીતી ફરી ઇતિહાસ રચ્યો હતો. અને આ યુવાને ઇન્ટરનેશનલ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી સિલ્વર મેડલ જીત્યો હતો.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *