Gujarat

દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૨ માટે તા.૧૯ સપ્ટેમ્બર,૨૦૨૨ સુધીમાં અરજી કરવી

 દિવ્યાંગતા  ધરાવતા કર્મચારીઓ,સ્વરોજગાર કરતી વ્યકિતઓ તથા તેમને કામે રાખતા શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા શ્રેષ્ઠ પ્લેસમેન્ટ ઓફીસર્સ માટેની રાજય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્યાંગતા ધરાવતા  અંધ, બહેરા-મૂંગા, અપંગ તેમજ રક્તપિત્ત તથા મંદબુદ્ધિવાળા કર્મચારીઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ અને દિવ્યાંગોને કામ પર રાખતા નોકરીદાતાઓ તથા તેમને નોકરીમાં થાળે પાડવા વિશિષ્ટ કામગીરી કરતાં પ્લેસ્મેન્ટ ઓફિસર માટે રાષ્ટ્રીય તેમજ રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૨માં ભાગ લેવા અંગે અરજીપત્રક ભરવાનું રહેશે. આ અરજી માટેનો નિયત નમૂનો વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.inપરથી ડાઉનલોડ કરી શકાશે.

 તેમજ જિલ્લા રોજગાર  વિનિમય કચેરી,જૂનાગઢ   ખાતેથી વિનામૂલ્યે મેળવી ભરેલ અરજી પત્રકો સાધનિક દસ્તાવેજોના બિડાણો સહિત બે નકલમાં  તા.૧૯ સપ્ટેમ્બર સુધીમાં રૂબરૂ અથવા ટપાલથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી- જૂનાગઢ ને મોકલવાની રહેશે. વધુ વિગત માટે  કોલ સેન્ટર નં. ૬૩૫૭૩૯૦૩૯૦ પર અથવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ઝુનાગઢનો સંપર્ક કરવા  એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *