Gujarat

ધર્મનગરી યાત્રાધામ અંબાજી ખાતે અશાંત ધારો ના સમર્થનમાં ગ્રામજનો દ્વારા વેપાર ધંધા બંધ રાખી મોટી સંખ્યામાં ભગવા રેલીમાં જોડાયા

@@ *અશાંત ધારો ના સમર્થનમાં દાંતા , હડાદ , અમીરગઢ તથા અંબાજી ગામના આજુબાજુના ગ્રામજનો પણ રેલીમાં જોડાયા* @@
સનાતન હિંદુ ધર્મ નું પ્રતીક ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો-કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલું છે યાત્રાધામ અંબાજી ખાતે અશાંત ધારા ના સમર્થનમાં ભવ્ય ભગવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ગ્રામજનો વેપાર-ધંધા પોતાના બંધ રાખી રેલીમાં જોડાયા હતા માતા બહેનો ભાઈયો વડીલો ની મોટી સંખ્યામાં તોડે તોડા રેલીમાં ઉમટી પડ્યા હતા સવારથી લઈને દિવસ દરમિયાન અંબાજી ગામ ના ચારે બાજુ ભગવાન ધ્વજ જોવા મળ્યા હતા અને અશાંત ધારો ના સમર્થનમાં રેલીમાં દાંતા , હડાદ , અમીરગઢ તથા અંબાજી ગામના આજુબાજુના ગ્રામજનો પણ જોડાયા હતા અંબાજી સ્થાનિક તથા આજુબાજુ ના સાધુ-સંતો પણ અશાંત ધારા ના સમર્થનમાં રેલીમાં જોડાયા હતા અંબાજી 51 શક્તિપીઠ સર્કલ ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ જાહેર રસ્તા ઉપર કરવામાં આવ્યા હતા ઢોલ નગારા ડીજે સાથે હિન્દુઓ મોટી સંખ્યામાં રેલીમાં ઉમટી પડ્યા હતા સમસ્ત અંબાજી ગામમાં હિન્દુઓની એકતા જોવા મળી હતી અંબાજી ખાતે સર્કલ ઓફિસરને  અશાંત ધારો લાગુ થાય તેના સમર્થનમાં ગામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
@@ *સર્કલ ઓફિસરને  અશાંત ધારો લાગુ થાય તેના સમર્થનમાં ગામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું* @@
 અંબાજી ગામમાં ૯૦ ટકા કરતાં વધુ હિન્દુઓની વસ્તી વસે છે માટે આ ધામને અશાંત ધારા હેઠળ આવરી લેવામાં આવે અંબાજી આસપાસના વિસ્તાર મા હાલમાં અમુક તત્ત્વો વસવાટ કરી રહ્યા છે અને આ લોકોની વસ્તી દિવસે દિવસે ખુબજ વધી રહી છે ત્યારે અંબાજી ખાતે આવતા માઈ ભક્તોની સુરક્ષા અને સલામતી તેમજ અંબાજી ખાતે રહેતાં સ્થાનીક લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગામજનો તથા હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા અંબાજી ગામ માં અશાંત ધારો લાગુ થાય એવી માંગ સાથે અંબાજી સર્કલ ઓફિસર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આજરોજ અંબાજી ગામના વેપાર-ધંધા બંધ રાખવામાં આવ્યા હતા
 *અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20220715_095605.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *