Gujarat

નસવાડી તાલુકા સરપંચ પરિષદ દ્વારા તલાટી મંડળની હડતાલ નો સુખદ ઉકેલ લાવવા અપાયું આવેદન

સરપંચ પરિષદ ગુજરાતના બેનર હેઠળ નસવાડી મામલતદાર તેમજ તાલૂકા વિકાસ અધિકારી નસવાડીના સરપંચ તેમજ સરપંચ પરિષદ નસવાડી તાલુકાના વિનુભાઈ ભીલ ની આગેવાનીમાં આવેદન પત્ર આપી તલાટી શ્રીઓ તા.૨/૮/૨૨ થી વિવિધ માંગણીઓ લઇ હડતાલ ઉપર ઉતરતા ગામડાઓના આદીવાસી વિસ્તારમાં અનેક દાખલાઓ તલાટી પાસેથી લેવાના હોય છે તેમજ વરસાદ વધુ વરસતા ખેતીને લગતા નુકશાન ના દાખલા તેમજ વિવિધ યોજનાકીય કામો અટવાઈ જતા આદીવાસી જનતા પરેશાન થઇ રહી હોવાથી તલાટી મંડળ ની માંગણીઓ નું તવરિત તાકીદે સુખદ અંત લાવવા નસવાડી મામલતદાર તેમજ તાલૂકા વિકાસ અધિકારી ને  સરપંચ પરિષદ ગુજરાતના બેનર હેઠળ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં નસવાડી તાલુકાના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220808_145405.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *