પ્રશાસન ગાંવ કી ઔરની થીમ સાથે સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના કલેક્ટર શ્રી રચિત રાજે મેંદરડા તાલુકાના હરિપુર ગામે સાંજના સમયે મુલાકાત કરી હતી. કલેક્ટરશ્રીએ નાગરિક કેન્દ્રિત વહીવટ, પ્રાકૃતિક ખેતિને પ્રોત્સાહન આપવા સહિતના મુદ્દે ગ્રામજનો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ સાથે લોકોએ સ્થળ પર રજૂ કરેલા પ્રશ્નોનુ સ્થળ પર નિરાકરણ કરવાની સાથે ગ્રામજનોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ-સેવાઓના લાભની ખાતરી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ગ્રામજનનોએ સામાજિક સુરક્ષા અને કલ્યાણ લગત યોજનાઓનો પણ લાભ આપવામાં આવ્યો હતો. આ પ્રકારની તમામ યોજનાઓની પેન્ડિંગ અરજીઓના નિકાલની સાથે સ્થળ પર જ ગંગાસ્વરૂપા સહાય માટે અંતિમ મંજૂર માટેનો આદેશ આપવામાં આવ્યો હતો. હરિપુર ગામના વયોવૃદ્ધો માટે ગ્રે કાર્ડ જારી કરવામાં આવ્યાં હતા. આ કાર્ડ દ્વારા વૃદ્ધોને સરકારી સેવાઓમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. ઉપરાંત જમીનના જાહેર નક્શા અંગેનો ટૂંક સમયમાં નિરાકરણ લવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.
ગ્રામજનોને દારૂ-ધૂમ્રપાન જેવા નશાઓ તેમજ અન્ય વ્યસનોથી દૂર રહેવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ નશામુક્તિના શપથ પણ લેવડાવવામાં આવ્યો હતા. ઉપરાંત હરિપુર ગામમાં કુપોષણ સ્થિતિ અંગેની સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા વહીવટી તંત્રના અન્ય અધિકારી-કર્મચારી પણ ઉપસ્થિત રહી નાગરિકલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.


