Gujarat

પતંગ-દોરાના ભાવમાં આ વર્ષે ૨૫ ટકાનો વધારો

સુરત
કાળઝાળ મોંઘવારીની આગ તહેવારોને પણ સ્પર્શી રહી છે. આ વર્ષે મકરસંક્રાતિ પહેલા પતંગ-દોરાના ભાવોમાં તોતિંગ વધારો થતા પતંગ રસીયાઓ માટે ઉતરાયણમાં પતંગ ચગાવવાનુ મોંઘુ બની રહેશે તેમ જાણવા મળી રહ્યું છે. આથી કાળઝાળ ર્મેંઘવારીમાં પીસાતા સામાન્ય મધ્યમવર્ગ માટે ઉતરાયણમાં પતંગની મજા માણવાનુ પણ મોંઘુ બનશે. હાલ શહેરમાં પતંગ-દોરાના સ્ટોલ શરૂ થઈ ગયા છે, પરંતુ આ વર્ષે પતંગના ભાવમાં ૨૫ ટકાનો વધારો નોંધાયો છે. દર વર્ષની સરખામણીમાં હાલ પતંગ મોંઘી છે. ૫૦ વર્ષથી વેપાર કરું છું.સુરતમાં ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પતંગ બજારમાં માહોલ જામેલો જાેવા મળ્યો છે. લોકો અવનવી પતંગની ખરીદી કરવા માટે બજારમાં ઉમટી રહ્યા છે. બજારમાં નાની-મોટી, સસ્તી મોંઘી દરેક પ્રકારની પતંગો ઉપલબ્ધ છે. બજારમાં સૌથી મોંઘી પતંગ ૧૫૦૦ રૂપિયાના પાંચ નંગ વેચાઈ રહી છે. પ્લાસ્ટિકની ૨૦ નંગ પતંગનો ભાવ ૫૦ રૂપિયા છે. આ સાથે સૌથી મોંઘી દોરી ૧૫ હજાર વારની બે હજાર રૂપિયાની વેચાઈ રહી છે. ખાસ કોઈ નવો ટ્રેન્ડ નથી. બજારમાં નાનાથી મોટી અને સસ્તાથી લઈ મોંઘી પતંગો ઉપલબ્ધ છે. આ વર્ષે ઉત્તરાયણ પૂર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિલ્મ કલાકારોની પતંગ જાેવા મળી રહી છે. ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બજારમાં અનેક વેરાયટીના પતંગ જાેવા મળી રહ્યા છે. આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોરોના વાઈરસ અને તેની સાવચેતીના પગલાં તેમજ વ્યસન મુક્તિ અને સીડીએસ બિપીન રાવત અમર રહોના સૂત્રો સહિતના અનેક સમાજને સંદેશો આપતી પતંગો તૈયાર કરવામાં આવી છે.ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સરકારની ગાઈડલાઈન પણ જાહેર થઈ ગઈ છે. ત્યારે પતંગ રસીયાઓએ અવકાશી યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરતની વર્ષો જૂની ડબગરવાડ માર્કેટમાં પતંગોના ભાવમાં સામાન્ય કરતાં ૨૦થી ૨૫ ટકાનો વધારો થયો છે. પતંગ અને માંજાના ભાવમાં રો મટિરિયલ્સ અને કારીગરની મજૂરી વધતા પતંગ અને દોરાના ભાવમાં વધારો થયો છે.કાચા માલ મોંઘો બનતા પતંગ અને દોરીના વેપારીઓએ પણ ભાવ વધારો કર્યો છે. મોંઘવારીના માર સાથે કોરોના ઈફેક્ટ પણ નડે તેવી શક્યતા છે. હાલ હોલસેલની ઘરાકી સારી હોવાની સાથે છૂટક ઘરાકી પણ થોડા દિવસોમાં નીકળશે તેમ વેપારીઓ કહી રહ્યાં છે.

25-increase-in-kite-thread-price.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *