Gujarat

પાછલા 6 દિવસ થી અતિ ભારે વરસાદમાં પણ છોટાઉદેપુર 108 ઈમરજન્સી સેવાની સરહારનીય કામગીરી 

કોરોના જેવી મહામારી હોય કે પછી ઉનાળાની કાળજાળ ગરમી હોય કે શિયાળાની  કળકળતી ઠંડી હોય કે પછી ચામાસાં નો ધોધમાર વરસાદ હોય 108 ઈમરજન્સી સેવા લોકોને આરોગ્ય લક્ષી સેવા પહોંચાડવા કટિબંધ હોય છે જ્યારે જ્યારે પણ લોકોને આરોગ્ય લક્ષી ઈમરજન્સી આવી પડે ત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં 108 ઈમરજન્સી સેવા ખડે પગે લોકોને ઈમરજન્સી સેવા પૂરી પાડે છે હાલ જોવા જઈએ તો અતિ ભારે વરસાદ માં પણ છેલ્લા 6 દિવસમાં  છોટાઉદેપુર 108 ઈમરજન્સી સેવા દ્વાર અંદાજિત 550 થી વધુ દર્દીઓને પ્રાથમિક સેવા પૂરી પાડી હોસ્પિટલ સુધી પહોંચાડેલ છે તથા ખીલખીલાટ સેવા દ્વારા અંદાજિત 550 જેટલા સગર્ભા માતા તથા નવજાત શિશુને સહી સલામત હોસ્પિટલ તથા તેઓ ના ઘર સુધી પહોંચાડેલ છે હાલ અતિ ભારે વરસાદમાં ક્યાંક પાણીથી નદી નાળાઓ ભરાયા છે તો ક્યાંક પુલ અને રસ્તાઓ તૂટી ગયા છે તો ક્યાંક વૃક્ષ કે લાઈટના થાંભલા પડી ગયા છે છતાં પણ 108 ઈમરજન્સી સેવાઓ લોકોને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ સુધી પહોંચાડી રહી છે આ એક સરકારની શ્રેષ્ઠ સેવા નું ઉદાહરણ છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

IMG-20220715-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *