Gujarat

પાટણના સીનાડ ગામના મંદિરમાં ચોરી કરનાર ઈસ્મોને પોલીસે પકડી પાડ્યા

પાટણ
પાટણના રાધનપુરના સીનાડ ગામે લાખેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરી ફરાર થઇ ગયેલા ઈસમો ધરવડી અતિથિ હોટલ ખાતે આવ્યા છે અને ચોરીનો મુદ્દમાલ વેચવાની ફિરાકમાં છે. જે હકીકતના આધારે પોલીસે ૪ ઈસમોને પકડી મુદ્દામાલ રિકવર કરી મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે વિપુલ નારખણભાઈ ઠાકોર, પ્રકાશ નાથાભાઇ રાવળ, લંબા તેજાભાઇ અને ચમન સોનાભાઇ ઠાકોરને પકકડી જેલ હવાલે કર્યા હતા. પોલીસે આરોપીઓના મોબાઇલ અને ચોરીનો મળી કુલ ૫૫ હજાર ૨૦ રુપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે. આ આરોપીઓ અન્ય ગુનામાં પણ સંડોવાયેલા છે.પાટણ જિલ્લાના રાધનપુરમાં ૨૦ જૂલાઇના રોજ સીનાડ ગામે લાખેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. જેના ચાર આરોપી મુદ્દામાલ સાથે ઝડપી રાધનપુર પોલીસે કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *