ગિરગઢડા
ભરત ગંગદેવ
પોરબંદરમાં શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ ની યુવા શાખા દ્વારા સર્વ જ્ઞાતિ યુવાનોને ભારતીય સેનામાં જવા માટેનો માર્ગદર્શન સેમીનાર રાખવામાં આવેલ હતો તેમની અંદર માર્ગદર્શન આપવા કર્નલ રાજેશ સિંહ, SC,SM શોર્યચક્ર અને સેના મેડલ વિજેતા, લેક્ટિનેટ કમાન્ડર રોહિત ધનખડ તેમજ નિવૃત્ત સૈનિક અને ગીર સોમનાથ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી રાણાભાઇ ઓડેદરા ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
ઉપરોક્ત સેમિનારમાં દેશ માટે શોર્ય ભર્યું કાર્ય કરનાર શ્રી કર્નલ સાહેબ રાજપુતાના રાયફલમાં હાલ ફરજ બજાવે છે અને તેમણે અહીં પોરબંદર કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી અને પોરબંદરને શોર્ય અને ઉર્જાવાન પાવન ધરતી છે તેવું કહ્યું હતું સાથે સાથે પોરબંદરના પનોતા પુત્ર શહીદ વીર નાગાર્જુન સિસોદિયા ને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ તેમણે મહેર સમાજના અધિકારીઓ દ્વારા ફાળો એકત્રિત કરી સર્વ જ્ઞાતિ માટે શ્રી મેહેર વિદ્યાર્થી ભવન ખાતે UPSC અને GPSC ક્લાસની તૈયારી કરતા યુવાનો માટે એક લાઇબ્રેરી પણ ખુલ્લી મૂકી હતી. યુવાનોને માર્ગદર્શન આપતા દેશભક્તિ અને જુનૂનથી દેશ સેવાનું આહવાન શ્રી કર્નલ સામે કર્યું હતું.
આ કાર્યક્રમમાં આર્મીમાં ભરતી અર્થે કમાન્ડર ધનખડ સાહેબ અને રાણાભાઇ ઓડેદરાએ પણ ખૂબ જ ઝીણવટ ભરી માહિતી આપી હતી અને છેલ્લે પ્રશ્નોત્તરી પણ રખવામાં આવેલ જેમાં ઘણા યુવાનોએ પ્રશ્નો પૂછી અને તેમનું નિવારણ લાવ્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના સભ્યો તેમજ અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા જેમકે રાણાભાઇ સીડા, નાગેશ ભાઈ ઓડેદરા, લાખાભાઈ કેશવાલા, બચુભાઈ આંત્રોલીયા, પ્રિન્સિપાલ નવઘણભાઈ મોઢવાડિયા, અરજનભાઈ ખીસ્તારીયા, હમીરભાઇ ખીસ્તરીયા અને ખૂબ જ મોટી સંખ્યામાં માજી સૈનિકો પણ હતા.


