Gujarat

પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 10715 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 5830 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 62 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,21,773 સોદાઓમાં કુલ રૂ.16,606.95 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 10714.73 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 5830.08 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,11,066 સોદાઓમાં કુલ રૂ.6,264.66 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.49,350ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.49,688 અને નીચામાં રૂ.49,295 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.92 વધી રૂ.49,493ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.9 ઘટી રૂ.39,576 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.6 ઘટી રૂ.4,906ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.49,200ના ભાવે ખૂલી, રૂ.61 વધી રૂ.49,443ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,185 અને નીચામાં રૂ.55,410 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 363 ઘટી રૂ.55,870 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ. 391 ઘટી રૂ.56,320 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.396 ઘટી રૂ.56,433 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 14,872 સોદાઓમાં રૂ.2,229.25 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.55 ઘટી રૂ.190.30 અને જસત સપ્ટેમ્બર વાયદો રૂ.5.90 ઘટી રૂ.268ના ભાવ થયા હતા. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.20 ઘટી રૂ.626.75 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.25 ઘટી રૂ.179ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 28,580 સોદાઓમાં કુલ રૂ.2,170.88 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,411ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,475 અને નીચામાં રૂ.6,342 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.18 ઘટી રૂ.6,408 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.13.50 ઘટી રૂ.542.20 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 733 સોદાઓમાં રૂ.49.94 કરોડનાં કામકાજ થયા હતા. કોટન સપ્ટેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.32,310ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.32,730 અને નીચામાં રૂ.32,180 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.180 વધી રૂ.32,570ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.60 વધી રૂ.983.30 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,721.09 કરોડનાં 7,512.591 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,543.57 કરોડનાં 453.423 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,008.92 કરોડનાં 15,72,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,162 કરોડનાં 20581250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.27.50 કરોડનાં 8600 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.22.44 કરોડનાં 225.36 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 21,384.442 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 931.745 ટન, ક્રૂડ તેલમાં 1141300 બેરલ અને નેચરલ ગેસમાં 9172500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 56300 ગાંસડી, મેન્થા તેલમાં 799.56 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.62.14 કરોડનાં 908 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 13,650ના સ્તરે ખૂલી, 3 પોઈન્ટ ઘટી 13,688ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.5,830.08 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.128.66 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.96.84 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,972.65 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.631.93 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 206.87 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.162.50 ખૂલી, ઊપરમાં રૂ.179 અને નીચામાં રૂ.143.10 રહી, અંતે રૂ.10.20 ઘટી રૂ.160.10 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.47.50 ખૂલી, ઊપરમાં રૂ.50 અને નીચામાં રૂ.40.15 રહી, અંતે રૂ.2.25 ઘટી રૂ.41.75 થયો હતો. સોનું નવેમ્બર રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.663.50 ખૂલી, ઊપરમાં રૂ.1,000 અને નીચામાં રૂ.660 રહી, અંતે રૂ.69.50 વધી રૂ.922.50 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.830 ખૂલી, ઊપરમાં રૂ.835 અને નીચામાં રૂ.707 રહી, અંતે રૂ.96 ઘટી રૂ.760.50 થયો હતો. સોનું-મિની ઓક્ટોબર રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.445 ખૂલી, ઊપરમાં રૂ.555 અને નીચામાં રૂ.437 રહી, અંતે રૂ.53.50 વધી રૂ.527 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.6,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.200.30 ખૂલી, ઊપરમાં રૂ.227.20 અને નીચામાં રૂ.183.60 રહી, અંતે રૂ.11 વધી રૂ.203.20 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.550ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.43 ખૂલી, ઊપરમાં રૂ.53.90 અને નીચામાં રૂ.41.50 રહી, અંતે રૂ.6.80 વધી રૂ.51.75 થયો હતો. સોનું નવેમ્બર રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.490 ખૂલી, ઊપરમાં રૂ.541 અને નીચામાં રૂ.435 રહી, અંતે રૂ.6 વધી રૂ.459 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,185.50 ખૂલી, ઊપરમાં રૂ.2,327.50 અને નીચામાં રૂ.1,983.50 રહી, અંતે રૂ.142 વધી રૂ.2,119 થયો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,899.50 ખૂલી, ઊપરમાં રૂ.2,002 અને નીચામાં રૂ.1,731.50 રહી, અંતે રૂ.209 વધી રૂ.1,885 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *