વિશ્વના સૌપ્રથમ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની જામનગરમાં સ્થાપના થશે
જામનગર તા.૧૧ માર્ચ, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના માટે આપેલી મંજૂરી માટે વડાપ્રધાનશ્રી અને કેન્દ્રીય મંત્રીમંડળનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.આયુષ મંત્રાલય હેઠળ જામનગરમાં આ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના કરાશે જે સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવાઓ માટે પ્રથમ અને એકમાત્ર ગ્લોબલ સેન્ટર હશે.જામનગરમાં સ્થાપનારૂ આ સેન્ટર સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને સ્થાન આપવા માટે પરંપરાગત દવાને લગતી વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે તેમજ પરંપરાગત દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંગત ઉપયોગની ખાતરી કરવામાં ઉપયોગી થશે.
એટલું જ નહિ, WHO GCTM પરંપરાગત દવા સંબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે તેમજ પરંપરાગત દવા સંશોધન, પ્રથાઓ અને જાહેર આરોગ્ય સંબંધિત વિવિધ નીતિઓ ઘડવામાં સભ્ય દેશોને સમર્થન આપશે. વડાપ્રધાનશ્રીએ આ અગાઉ ૧૩મી નવેમ્બર ૨૦૨૦ એ જામનગરમાં ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA) ને ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરલ ઈમ્પોર્ટન્સ રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકે જાહેર કરીને ગુજરાતને આરોગ્યક્ષેત્રે એક ભેટ આપી હતી.મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે કે, હવે આ WHO GCTM ની વધુ એક નવતર ભેટ દ્વારા પ્રધાનમંત્રીશ્રીએ જન આરોગ્ય સુખાકારી ક્ષેત્રમાં ગુજરાતની અગ્રેસરતાની નવી દિશા ખોલી આપી છે
નર્મદા, જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ જામનગર જિલ્લાના નાની સિંચાઈના કામોને સૈધ્ધાંતિક મંજુરી અપાવતા
કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ
જામનગર જિલ્લાના નાની સિંચાઈના ધ્રોલ, જોડિયા તથા જામનગરના ૨૭ કામોને અંદાજિત રૂ.૧૭૦.૮૯૯ લાખની સૈદ્ધાંતિક મંજુરી અપાઈ
જામનગર તા.૧૧ માર્ચ, નર્મદા, જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ જામનગર જિલ્લાના નાની સિંચાઈના કામોને રાજ્યના કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના સક્રિય પ્રયાસોને કારણે રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજુરી અપાઈ છે. જેમાં જામનગર જિલ્લાના નાની સિંચાઈના ધ્રોલ, જોડિયા તથા જામનગરના કુલ ૨૭ કામોને અંદાજિત રૂ.૧૭૦.૮૯૯ લાખની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.
આ અંગે મંત્રીશ્રીએ જણાવ્યું છે કે મારા મતવિસ્તાર જામનગર(ગ્રામ્ય)ના નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ વર્ક પ્લાન ૨૦૨૧-૨૨ અંતર્ગત જામનગર જિલ્લાના નાની સિંચાઈના કામોને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે.વર્કપ્લાન ૨૦૨૧-૨૨ અંતર્ગત જામનગર જિલ્લાના નાની સિંચાઈના ૨૭ કામોને અંદાજિત કિંમત રૂ.૧૫૯.૨૯ લાખની સૈદ્ધાંતિક મંજુરી આપવા કરેલ દરખાસ્ત બાબતે લગત કાર્યપાલક ઈજનેરશ્રી પંચાયત સિંચાઈ વિભાગ, જામનગર સાથે વિગતવાર ચર્ચા વિચારણાના અંતે લગત કાર્યપાલક ઈજનેરશ્રીએ તા.૨૮/૦૨/૨૦૨૨ના રોજ સુધારેલ અંદાજપત્ર રૂ.૧૭૦.૮૯૯ લાખના સાદર કરતા પ્રસ્તુત ૨૭ કામોને અંદાજિત કિંમત રૂ.૧૭૦.૮૯૯ લાખની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે.
જેમાં ડીમાન્ડનં.૬૬, ૪૭૦૨ સી.ઓ.ઓન એમ.આઈ.(પ્લાન)૧૦૧ સરફેસ વોટર ૦૨ એમ.આઈ.૦૦, ૫૩૦૦-મેજર વર્કસ, ૧૯૯-૧(એ-૧) સુજલામ સુફલામ યોજના રીસ્ટોરેશન એન્ડ સ્ટ્રેન્ધનીંગ ઓફ ડેમેડજ ચેકડેમ હેઠળ જોડિયા તાલુકામાં રૂ.૫.૦૭ લાખના ખર્ચે રીપેર્સ ટુ બાલાચડી સી.ડી.(ખોયલા નં.૨), રૂ.૬.૫૭ લાખના ખર્ચે રીપેર્સ ટુ બાલાચડી સી.ડી.(ભંડારિયા નં.૩), રૂ.૮.૭૭ લાખના ખર્ચે રીપેર્સ ટુ બાલાચડી સી.ડી.(ભંડારિયા નં.૪), ધ્રોલ તાલુકામાં રૂ.૧૨.૮૧ લાખના ખર્ચે એફ.ડી.આર. ટુ લતીપુર સી.ડી.(ગાંડુ નાથાની વાડી પાસે) કામોને સૈધ્ધાંતિક મંજુરી મળેલ છે.
ડીમાન્ડ નં.૬૬, ૨૭૦૨ એમ.આઈ.(પ્લાન) ૦૧ સરફેસ વોટર, ૧૦૩ ડાયવર્ઝન સ્કીમ ૧૩ માઈનોર ઈરીગેશન વર્કસ, ૧૦-વેરીયસ ડીસ્ટ્રીકટ, ૪-એમએનઆર-૨૨૭, સ્પે. રીપેર ટુ ધી માઈનોર ઈરીગેશન વર્કસ ડેમેજડ બાય ફ્લડ હેઠળ જામનગરના એફ.ડી.આર ટુ ધુતારપર પી.ટી.(પીરવાળું તળાવ) રૂ.૫.૩૫ લાખ, ધ્રોલ તાલુકામાં એફ.ડી. આર. ટુ. મોટાવાગુદડ પી.ટી.(મોટી વાડી વાળું) રૂ.૭.૨૪ લાખ, જોડિયા તાલુકામાં એફ.ડી.આર. ટુ ખીરી પી.ટી. (રાજાશાહી વાળું) રૂ. ૧૧.૮૧ લાખ,તેમજ લાલપુર તાલુકામાં એફ.ડી.આર.ટુ. નવી પીપર પી.ટી. રૂ.૯.૫૯ એમ. મળી કુલ ૩૩.૩૯ લાખની સૈધ્ધાંતિક મંજુરી મળેલ છે.તેમજ ડીમાન્ડ નં.૬૬ ૨૭૦૨-માઈનોર ઈરીગેશન પ્લાન, ૦૧- સરફેસ વોટર ૧૦૩ ડાયવર્ઝન સ્કીમ ૧૩-આધાર માઈનોર ઈરીગેશન, વેરીયસ ડીવીઝન ફોર માઈનોર ઈરીગેશન વર્કસ હેઠળ ધ્રોલ તાલુકામાં રૂ.૧૪.૭૮ લાખના ખર્ચે રીપેર્સ ટુ ધ્રોલ પી.ટી.(ગાર્ડી કોલેજ), જોડિયા તાલુકામાં રૂ.૩.૫૦ લાખના ખર્ચે રીપેર્સ ટુ બાલાચડી પી.ટી.(ખારીવાળું), અને રૂ.૩.૧૬ લાખના ખર્ચે રીનોવેશન ટુ ખીરી પી.ટી.(રામપરીયુ), અને જોડિયા તાલુકામાં રૂ.૧૪.૨૬ લાખના ખર્ચે રીપેર્સ ટુ. ખીરી પી.ટી.(હનુમાન ઢોળાવાળુ) મળી કુલ રૂ.૪૭.૧૦ લાખના ખર્ચે સૈધ્ધાંતિક મંજુરી મળેલ છે.
આમ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ વર્ક પ્લાન ૨૦૨૧-૨૨ અંતર્ગત જામનગર જિલ્લાના નાની સિંચાઈના અંદાજિત કિંમત રૂ.૧૭૦.૮૯૯ લાખની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે.
વિરેન્દ્વસિંહ પરમાર


