Gujarat

પ્રેસનોટ રીપોર્ટર ભુપતભાઈ પૂર્ણવૈરાગી,જનતા કી જાનકારી ન્યુઝ જસદણ

રાજકોટની નામદાર કોર્ટે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ પોલીસ સ્ટેશનમાં પોકસો ના ગુનામાં સામાવાળાના એડવોકેટ પ્રકાશ પ્રજાપતી ની દલીલોને માન્ય રાખી જામીન મંજુર કરેલ…
…………………………………………..
આ કામની ટૂંકમાં વિગત એવી છે કે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાયેલ કે દીકરીને આરોપી લગ્ન કરવાની લાલચ આપી તેને  ફોસલાવીને લઇ ગયેલ. ફરિયાદ નોંધાયા બાદ ભોગ બનનાર અને આરોપી બંને મળી આવેલ અને પોલીસ દ્વારા પુછપરછ કરીને નિવેદન લઇ સઘન તપાસ કરેલ અને આરોપી સામે આઇ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬, ૩૭૬(૨)(એન) તથા પોક્સો એક્ટ કલમ-૬ વગેરે મુજબના ગુનાના કામે ધરપકડ કરેલ અને નામદાર કોર્ટેમાં રજૂ કરેલ ત્યારે નામદાર કોર્ટે આરોપીને જેલ હવાલે કરેલ. આમ આરોપીના એડવોકેટ તરીકે રાજકોટ જિલ્લાના જસદણ શહેરના યુવા એડવોકેટ પ્રકાશ પ્રજાપતી રોકાયેલા હતા અને સરકાર પક્ષે રોકાયેલા એ.પી.પી. દ્વારા સખત વાંધો લેવામાં આવેલ હતો અને જામીન અરજી રદ કરવા જણાવેલ.આમ આરોપીના એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા વાસ્તવિક ઘટના જણાવેલ અને કાયદા વિષયક વિસ્તારપૂર્વક ધારદાર દલીલો કરેલ અને વિવિધ ચુકાદાઓ રજૂ રાખેલ તે કોર્ટે માન્ય રાખી આરોપી સમુદ્ર ગુજરીયાને  રેગ્યુલર જામીન પર છોડવાનો હુકમ રાજકોટની નામદાર સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવેલ. આમ આ કામે આરોપી તરફે રાજકોટ નામદાર સેશન્સ કોર્ટમાં એડવોકેટ તરીકે પ્રકાશ પ્રજાપતી રોકાયેલા હતા.

IMG-20220213-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *