Gujarat

ઘોર કળીયુગ – ઊનાના સામતેર ગામના સ્મશાનમાંથી લોખંડના ખાટલાની ચોરી થઇ

 

ત્રણ માસ પહેલા કાણકબરડા ગામના સ્મશાનમાંથી પણ ખાટલાની ચોરી થતા કોઇ તપાસ થયેલ ન હતી.

ઊના – ઉનાના સામતેર ગામે આવેલ સ્મશાનમાં મૃતકોને અંતિમ સંસ્કાર આપવામાં આવે છે. આ સ્મશાનમાં કોઇ અજાણ્યા શખ્સો દ્રારા લોખંડની બનાવેલ સ્મશાન ખાટલાની જ ચોરી કરી જતા ગામ લોકોમાં ભારે રોષ વ્યાપી ઉઠેલ હતો.

સામતેર ગામના સ્મશાનમાં બનાવેલ લોખંડથી બનાવેલ ખાટલાના નિચેના ભાગનું તળીયુજ કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હોય અને બન્ને સાઇડો ત્યાંજ રહેવા દીધેલ હતી. અસામાજીક તત્વોએ હવે હદ વટાવી દીધી હોય તેમ સ્મશાનના ખાટલાને પણ રહેવા દેતા નથી. ત્યારે ગામ લોકોમાં ભારે રોષ વ્યાપી ઉઠેલ હતો. આ બાબતે સામતેર ગ્રામ પંચાયતના સરપંચે જણાવેલ કે આ સ્મશાનના ખાટલાની ચોરી કરનાર સામે કડક પગલા લેવાય તે માટે પોલીસમાં ફરીયાદ કરવામાં આવશે. અગાઉ પણ ત્રણ માસ પહેલા સામતેરથી નજીક આવેલ કાણકબરડા ગામમાં આજ રીતે અજાણ્યા શખ્સો દ્રારા સ્મશાનના ખાટલાની ઉઠાંતરી કરી નાશી ગયેલ હતા. ત્યારે પોલીસ દ્રારા કોઇજાતની તપાસ કે પગલા ભરવામાં ન આવતા સામતેર ગામને પણ નિશાન બનાવી અજાણ્યા શખ્સોએ સ્મશાનના ખાટલાની ચોરી ગયેલ હોય આ અંગે ગામ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આવું કૃત્ય કરનાર તત્વોને તાત્કાલીક પકડી પાડી કડક કાર્યવાહી હાથ ધરવા લોકોની માંગણી ઉઠવા પામેલ છે.

-સ્મશાનના-ખાટલાની-ચોરી-થઇ-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *