જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના રીન્યુએબલ એનર્જીએન્જીનીયરીંગ વિભાગહસ્તક ચાલતી ઓલ ઈન્ડિયા કો-ઓર્ડીનેટેડ રીસર્ચ પ્રોજેક્ટ ઓન પ્લાસ્ટિક એન્જીનીયરીંગ ઇન એગ્રીકલ્ચરલ સ્ટ્રકચર એન્ડ એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ યોજના દ્વારા ફળો અને શાકભાજી પાકોના પરિવહન દરમ્યાન થતા બગાડ અટકાવવા માટે વિકસાવવામાં આવેલ ફોલ્ડેબલ પ્લાસ્ટિક ખાનાવાળા પેટન્ટ મળેલ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની આ સૌ પ્રથમ પેટન્ટને કે જેને ભારત સરકારની માન્યતા મળવાથી યુનિવર્સીટી“ સુવર્ણ સિદ્ધિ” પ્રાપ્ત થયેલ છે.
રીન્યુએબલ એનર્જી એન્જીનીયરીંગ વિભાગના કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ સ્વ. ડો. ડી. કે. અંટાળા, ડો. પી.એમ. ચૌહાણ, ડો.આર.એમ. સતાસીયા, ડો.આર.એ. ગુપ્તા, શ્રી જે.વી. ભુવા દ્વારા વર્ષ ૨૦૧૩માં આ ફોલ્ડેબલ પ્લાસ્ટિક બોક્ષનુંબાગાયતી પાકોના પરિવહન માટે સંશોધન કરવામાં આવેલ. તેમજ તેની પેટન્ટના રજીસ્ટ્રેશન માટે નામદાર ભારત સરકારને રજુ કરવામાં આવેલ હતી. આ સંશોધન માટે વર્ષ ૨૦૧૭ માં ભારત સરકાર દ્વારા બે રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ એનાયત કરવામાં આવેલ.
જેમાં પ્રથમ નેશનલ રિસર્ચ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા સામાજીક ઇનોવેશન એવોર્ડ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ડો. હર્ષવર્ધન, સાયન્સ અને ટેકનોલોજી મંત્રાલયના હસ્તે તેમજ બીજો એવોર્ડ પેટ્રોકેમિકલ અને પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ, મંત્રાલયના પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રીસ્વ.અનંતકુમારના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
આ અનુસંધાને બાગાયત પાકોના ઉત્પાદકો,ખેડૂતોતથા તેને સંલગ્ન વેપારીઓ માટે અત્યંત ઉપયોગી એવા ફોલ્ડેબલ પ્લાસ્ટિક ખાનાવાળાબોક્ષની સંશોધન ભલામણો, બુકલેટ, પેમ્ફલેટ, વિગેરે પણ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારાફોલ્ડેબલ પ્લાસ્ટિક ખાનાવાળાબોક્ષ પર આતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીયકક્ષાનારિસર્ચ પેપરોઅને લેખો પણ સંશોધકો દ્વારા પ્રકશિત કરવામાં આવેલ છે.
પોલીપ્રોપીલીન કોરુગેટેડ શીટમાંથી બનાવેલ આ પરિવહન ખાનાવાળા બોક્ષની વિશિષ્ઠતાઓમાંતેને સંપૂર્ણપણે ફોલ્ડ કરી શકાય છે, સ્થળાંતર દરમ્યાન હવાની અવર- જવર સારી રહે તે માટે બોક્ષમાં કાણાઓ રાખવામાં આવેલ છે, આ બોક્ષ ચાર સ્તરનું બનેલુ છે, દરેક સ્તરમાં ફળ કે શાકભાજીને અલગ-અલગ રાખવા માટેતેની સાઈઝ મુજબના એડજસ્ટેબલ ખાનાઓ આપેલા છે.
વધુમાં, આ પરિવહન બોક્ષમાં ગોઠવવામાં આવતા ફળો કે શાકભાજી જેમકે ચીકુ, ટામેટા, વિગેરે એકબીજાને સ્પર્શતા ન હોવાથી તેમની વચ્ચે આંતરિક ઘર્ષણ થતું નથી, તેમજ અલગ-અલગ સ્તરમાં ગોઠવેલ ફળ કે શાકભાજી પર કોઈપણ જાતનું દબાણ કે ભારણ ન આવતું હોવાથી તેમાં સંગ્રહિત ફળ કે શાકભાજીનો લાંબા અંતરના પરિવહન દરમ્યાન કોઈપણ જાતનું નુકશાન કે બગાડ થતો નથી. આ પરિવહન બોક્ષ દ્વારા સ્થળાન્તરીત કરવામાં આવેલ ફળ કે શાકભાજીની મૂળભૂત ગુણવત્તાઓ જેમકેસુગંધ,સ્વાદ, કલર, પરિપક્વતા, સખ્તાઈ,વિગેરે જળવાઈ રહે છે. આ પરિવહન બોક્ષનો અનેક વાર ઉપયોગ કરી શકાય છે અને તેના ઉપયોગથી પરિવહન ખર્ચ પણ ઘટે છે.૩૯ સેમી X ૩૨.૫સેમી X૨૪.૫ સેમી નીસાઈઝ ધરાવતું ફોલ્ડેબલ પ્લાસ્ટિક પરિવહનબોક્ષનું વજન માત્ર ૧.૫ કિલો, તેની પરિવહન ક્ષમતા ૧૦ કિલોછે. આપરિવહન બોક્ષના ઉપયોગથી કોથળામાંસ્થળાંતર કરવાની પદ્ધતિની સરખામણીમાં ફળ-શાકભાજી પાકોનેજેટલું ઓછું નુકશાન થાય છે. આ પરિવહન બોક્ષ રોડ, રેલ્વે, દરિયાઈ તેમજહવાઈ માર્ગે સરળતાથીપરિવહનકરવાખુબજ ઉપયોગી છે.
આ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થવાથી કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટિયા, સંશોધન નિયામકશ્રી ડો. ડી. આર. મેહતા, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી વિદ્યાશાખાના પ્રિન્સીપાલ અને ડીનશ્રીડો. એન. કે. ગોટીયાતેમજસમગ્ર યુનિવર્સીટીના અધિકારીશ્રીઓ,શિક્ષકશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને નિવૃત વૈજ્ઞાનિકશ્રીઓ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે અનેપ્રાધ્યાપક અને વડાશ્રી ડો. પી. એમ. ચૌહાણ,ડો.આર.એમ. સતાસીયા, ડો.આર.એ. ગુપ્તા, શ્રી જે.વી. ભુવા તેમજ યોજના અને વિભાગના અધિકારીશ્રીઓ / કર્મચારીશ્રીઓમાંસંશોધન ઈજનેરશ્રીડો. જી. વી. પ્રજાપતિ, મદદનીશ પ્રાધ્યાપકોડો. એસ. પી. ચોલેરા, ડો. એમ. એસ. દુલાવત, પ્રો. એમ. જે. ગોઝીયા, પ્રો. સાગરકેલેયા, પ્રો. ઉમેશ ડોબરિયા તેમજએસ.આર.એફ. મનોજ સોજીત્રા, જગુ મકવાણા વિગેરેસ્ટાફને તેઓની આ સફળતા બદલ અભિનંદન પાઠવેલ છે.
આ ફોલ્ડેબલ પ્લાસ્ટિક ખાનાવાળા બોક્ષનામુખ્ય સંશોધક કૃષિ વૈજ્ઞાનિક સ્વ. ડો. દિનેશ ખીમજીભાઈ અંટાળાનું તેમણે સંશોધિત કરેલ પરિવહન બોક્ષની સરકાર માન્ય પેટન્ટ કરાવવાનું સ્વપ્ન અને મહત્વકાંક્ષા હતી. જે રીન્યુએબલ એનર્જીએન્જીનીયરીંગ વિભાગના પ્રાધ્યાપક અને વડાશ્રી ડો. પી. એમ. ચૌહાણના અથાગ પ્રયત્ન અને સતત ટેકનીકલ કોરસપોન્ડન્સની જવાબી કાર્યવાહીથી યથાર્થ થયેલ છે.એ.આઈ.સી.આર.પી. ઓનપ્લાસ્ટિક એન્જીનીયરીંગ ઇન એગ્રીકલ્ચરલ સ્ટ્રકચર એન્ડ એન્વાયરમેન્ટ મેનેજમેન્ટના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર ડો. આર. એન. સિંઘ અને ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (એગ્રી. એન્જી.) ડો. એસ. એન. ઝા દ્વારા પણપરિવહન બોક્ષની પેટન્ટ મળવાબદલ ડો. પી. એમ. ચૌહાણ અને તેમની ટીમને અભિનંદનપાઠવેલ છે.આ ફોલ્ડેબલ પ્લાસ્ટિક પરિવહનબોક્ષનેપેટન્ટ મુજબની માપ સાઈઝમાં બનાવવાના રસ ધરાવનાર મેન્યુફેકરર/ પાર્ટીઓએ જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના પદાધિકારીઓનો સંપર્ક કરવા જણાવવામાંઆવે છે.


