Gujarat

ફ્લાઈટમાં છાપરામાં રહેતો સફાઈકર્મીનો પરિવાર પહોંચ્યો દિલ્હી, એરપોર્ટ પર રાઘવ ચઢ્ઢાએ આવકાર્યા

અમદાવાદ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે એક દિવસની અમદાવાદની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. જેમાં તેઓએ યુવાનો અને આઉટસોર્સિંગના કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદ દરમિયાન હર્ષ સોલંકી નામના યુવાને અરવિંદ કેજરીવાલને જેમ રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા હતા તેમ તેના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. અરવિંદ કેજરીવાલને તેના ઘરે જમવા આવવા માટે કહ્યું હતું પરંતુ તે પહેલાં અરવિંદ કેજરીવાલે તેમના ઘરે જમવા મટે આમંત્રણ આપ્યું હતું. તેથી હર્ષ સોલંકી તેના પરિવાર સાથે પ્લેનમાં દિલ્હી પહોંચ્યો છે. એરપોર્ટ પર તેમને ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ આવકાર્યા હતા. આ દરમિયાન તેમની સાથે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ સાથે હતા. અરવિંદ કેજરીવાલ અને તેમના પરિવાર સાથે લંચ કરશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ (હર્ષ સોલંકી ) સફાઈ કર્મચારીને દિલ્હીમાં એમના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું. આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સવારે હર્ષ સોલંકી અને એમના પરિવારને ઘરેથી રિસિવ કરી અમદાવાદ એરપોર્ટ સુધી સાથે મૂકવા જશે. તારીખ ૨૬-૯-૨૨ના રોજ હર્ષ સોલંકી એમના પરિવાર સાથે એમના ઘરે થી સવારે નીકળી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો હતો. ત્યાર બાદ દિલ્હી એરપોર્ટથી પંજાબ ભવન જવા નીકળ્યો હતો. ત્યાર બાદ સ્કૂલ વિઝીટ કરશે. આ સ્કૂલ વિઝિટ બાદ પરિવાર સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને એમના પરિવાર સાથે ભોજન લેશે. ભોજન બાદ મોહલ્લા ક્લિનિકની મુલાકાત કરશે. હર્ષ સોલંકી દિલ્હી એરપોર્ટ પર થી સાંજે પહોંચી અમદાવાદ એરપોર્ટ પર પરત ફરશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને સાંજે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પ્રીતમનગરમાં વાલ્મિકી સમાજના સફાઈ કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો. એક નાનકડી જગ્યામાં રોડ ઉપર અરવિંદ કેજરીવાલ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા દરમિયાન હર્ષ સોલંકી નામના યુવાને અરવિંદ કેજરીવાલ સાથે વાત કરી અને કહ્યું હતું કે, આજે ૭૫ વર્ષમાં પહેલીવાર જાેયું છે કે, એક નેતા વાલ્મિકી સમાજની વચ્ચે આવ્યા હોય. આ જાેયા બાદ અમને આશા છે કે, અમારી પાછળ કોઈ તો ઊભું છું. અરવિંદ કેજરીવાલને તેણે વિનંતી કરી અને કહ્યું હતું કે, જેમ તેઓ રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા હતા તેમ વાલ્મિકી સમાજના ઘરે જમવા માટે આવશો? અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, હું તમારા ઘરે ચોક્કસ જમવા આવીશ પરંતુ તે પહેલા મારો એક પ્રસ્તાવ છે કે, ચૂંટણી પહેલા નેતાઓ દલિતોના ઘરે દેખાડા ખાતર જમવા માટે જતા હોય છે. પરંતુ આજ દિવસ સુધી કોઈ નેતાએ દલિતને પોતાના ઘરે જમવા માટે નથી બોલાવ્યા. તમે મારા ઘરે જમવા માટે આવશો? જેથી હર્ષ સોલંકીએ અરવિંદ કેજરીવાલના આમંત્રણનો સ્વીકાર કર્યો અને હા પાડી હતી. અરવિંદ કેજરીવાલે પૂછ્યું હતું કે, તમારા ઘરમાં કોણ કોણ છે તેથી હર્ષે કહ્યું હતું કે, હું, મારો ભાઈ, નાની બહેન અને માતા-પિતા છીએ. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, તમને પાંચેને મારા ઘરે જમવા માટે આમંત્રણ છે અને તમે મારા ઘરે આવશો. હું તમારા માટે પ્લેનની ટિકિટ મોકલાવીશ અને સાંજે સીએમ હાઉસમાં તમારો અને મારો પરિવાર સાથે જમશે. હવે ફરીથી જ્યારે હું અમદાવાદ આવીશ ત્યારે તમારા ઘરે જમીશ. ભગવંત માને પણ જણાવ્યું હતું કે, સેવાનો એક મોકો મને પણ આપશો જેથી તમે દિલ્હી આવશો ત્યારે પંજાબ ભવનમાં તમે રોકાજાે. દિલ્હીમાં જઈ અને ત્યાંની સ્કૂલ અને બધું જાેઇ અને આવજાે. હર્ષ સોલંકી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છે. ગાંધીનગરના સેક્ટર ૧૩ માં આવેલા છાપરામાં એક નાનકડા જેવા ઘરમાં પોતાના ભાઈ, બહેન અને માતા પિતા સાથે રહે છે. હર્ષના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જ્યારે તેની માતા હાઉસવાઈફ છે. હર્ષની બહેન ધોરણ ૧૨ સુધી ભણેલી છે અને અત્યારે ઘરે જ છે. તેમજ તેનો ૧૫ વર્ષનો નાનો ભાઈ છે તે પણ ૧૦ ધોરણથી ઓછું ભણેલો છે પરંતુ બંને ભાઈ-બહેન હાલમાં ભણતા નથી અને ઘરે જ છે.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *