પ્રતિવર્ષ બજરંગદળ દ્વારા જમ્મુ- કાશ્મીરમાં બુઢા અમરનાથની યાત્રાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના લીધે યાત્રા બંધ હતી ફરી આ વર્ષ ૨૦૨૨ જુલાઇ માસમાં બજરંગદળના આહવાનથી સમગ્ર ભારત વર્ષની બુઢા અમરનાથ યાત્રાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.
આગામી તા. ૨૮મી જુલાઇના જમ્મુ ચાત્રી નિવાસ-ભગવતીપરામાં યોજાયેલ યાત્રા ઉદઘાટન કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર, કર્ણાટક, જોધપુર, રાજસ્થાનના યાત્રાઓ ઉપસ્થિત રહેશે અને તા. ૨૯ના જમ્મુથી પ્રથમ ટુકડી બુઢા અમરનાથ યાત્રા માટે પ્રસ્થાન કરશે.
તા. ૨૬મી જુલાઇના સંપર્ક યાત્રા ઇન્ચાર્જ નાનજીભાઈ સાખ તથા સહયાત્રા ઇન્ચાર્જ પરેશ રાવલ વગેરે સૌરાષ્ટ્રના યાત્રાળુઓને લઇને બુઢા અમરનાથ યાત્રાની પ્રથમ ટુકડી રવાના થશે તથા તા. ૨૭મી જુલાઇના બીજી ટુકડી જમ્મુ કાશ્મીર જવા રવાના થશે.
બાબા અમરનાથ યાત્રાનો માર્ગ : બાબાના દર્શન માટે જમ્મુથી સુંદરબાની, નૌશેરા, રાજોરી, સુરણકોટ, ચન્ડક થઇ મંડી પહોંચી શકાય છે. ચંદકથી પૂંછ થઇની પણ યાત્રાનો એક માર્ગ છે. આ સ્થાન જમ્મુથી ઉતર પશ્ચિમમાં ૨૯૦ કિલોમીટર દુર પૂંછ જિલ્લામાં મંડી તાલુકાના રાજપુરા ગામમાં આવેલ છે. આ સ્થાન પર્વત માળાઓ નિગોદમાં ઉછળતી કૂદતી પુલસ્ત્ય નદીના કિનારે આવેલું છે. ફરતે સુંદર મનોરમ્ય પર્વતમાળાઓ આવેલી છે ત્યાં હર સમય શીતળ પવન વહેતો રહે છે.
બુઢા અમરનાથ શિવલિંગના દર્શનનું મહત્વ
શ્રી બુઢા અમરનાથ મંદિર સ્થિત શિવલિંગ સ્ફટીક પથ્થરનો છે. જે બરફની જેમ ચમકે છે. આ ચટ્ટાનરૂપી સ્વયંભુ શિવલિંગ પુલસ્ત્ય નદીથી ૨૦૦ ફુટ ઉપર છે. સફેદ રંગ રૂપી શિવલિંગને છોડીને અન્યત્ર કયાંય પણ આ શ્વેત પથ્થર ઉપલબ્ધ નથી. મંદિરની અંદર જવાથી અલૌકિક શાંતિનો અનુભવ મળે છે.
બાબા અમરનાથના દર્શનથી દર્શનાર્થીઓની દરે મનોકામના પૂર્ણ થાય છે. અહીંના નિવાસીઓ હર વખત નવું અનાજ પાયા બાદ મહાદેવને થોડુ અનાજ ભેટ ચડાવે છે. અહીંના લોકોનું માનવું છે કે અમરનાથની યાત્રા પૂર્ણ કર્યા બાદ આ બુઢા અમરનાથની યાત્રા કરવાથી યાત્રાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.
જમ્મુથી યાત્રા નીકળ્યા બાદ પ્રથમ સ્થાન (૧) સુંદરબની (૨) અખનુર (૩) ચિનાબ નદી (૪) બુઢા અમરનાથ (૫) પુલસ્ત્ય નદી (૬) પાંડવગુફા (૭) રાજોરી (૮) પૂંછ (૯) કામેશ્વર મંદિર (૧૦) શિવખોડી વગેરે ધર્મસ્થાનો આવે છે જેના દર્શનનો લાભ મળી શકશે.
માંગરોળ તથા તાલુકામાંથી તથા સોમનાથ જીલ્લા માથી આ યાત્રામાં જોડાવા ઇચ્છુક લોકો આ અંગેની વધુ વિગતો વિહિપ જીલ્લા મંત્રી વિનુભાઇ મેસવાણિયા (૯૮૨૪૮૭૬૬૪૨), જિલ્લા સહમંત્રી નિપુલભાઈ શાહ (૯૮૯૮૧ ૭૨૭૫૪),તથા માંગરોળ વિહિપ તાલુકા પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી (૯૬૩૮૮૮૦૦૦૬), કનકભાઇ બોરી ચાંગર વેરાવળ મંત્રી (૯૨૨૮૮ ૯૩૮૫૮)નો સંપર્ક કરી મેળવી શકો છો.


