બનાસકાંઠાનો દાંતા તાલુકો એક આતરિયાળ વિસ્તારમાં આવેલો છે જયાં ગરીબ અને અભણ વસ્તી વસવાટ કરે છે જેમને ઉચ્ચ લેવલનું જ્ઞાન ન હોવાથી છેતરાવાનો વારો આવતો હોય છે જો વાત કરવામાં આવે દાંતા ગ્રામ પંચાયત ની તો દાંતા ગ્રામ પંચાયત મા બેસેલા વચેટીયાઓ દાંતા ની પ્રજાને રૂપિયા 50 લઈને આપી રહ્યા છે આવકના દાખલા વધુ મા પંચાયતમાં બેસેલા તલાટી ને આ વીસે પૂછતાં તેમને જણાવ્યું હતું કે મને આ વાતની જાણ નથી તેવું કહીને ટલાટીએ પણ પોતાનો લુલો બચાવ કર્યો હતો તો આ તરફ સવાલ એ થાય છે કે આ રૂપિયા 50 ખંખેરતો કોમ્પ્યુટર ઓપરેટર કોના ઈશારા પર ? કેમ આને કોઈ સરકારી કર્મચારીનો ડર નથી ? વધુમાં દાંતા ના રતનપુર ગામમાં પંચાયત હોફિસ મા પણ કોમ્પ્યુટર ઓપરેટર આવકના દાખલાના નામે 50 રૂપિયા ખંખેરી રહ્યા છે જો પચાસ રૂપિયા લેખે ગણતરી કરવામાં આવે તો પ્રજાના લાખો રૂપિયા પંચાયતમાં જાય છે તો શું આ બધા પૈસા પંચાયત જોડે જાય છે કે પછી આ બધા પૈસા અંદર બેસેલા વચેટીયાઓ લઈ જાય છે તેવા અનેક સવાલો દાંતા તાલુકાની ભોળી પ્રજામાં થઈ રહ્યા છે એક તરફ આવક ના દાખલાએ જોર પકડ્યું છે તો બીજી તરફ દાંતા ની કચેરીઓમાં આધાર કાર્ડના નામે પણ ઉગાડી છે લૂંટ આધાર કાર્ડ પણ નવું બનાવવામાં દાંતામાં લેવાઈ રહ્યા છે 100 રૂપિયા કરતા પણ વધારે પૈસા આમ જોવા જઈએ તો દાંતા મા ઉગાડી લૂંટજ જોવા મળી રહી છે .. હવે એ જોવું રહ્યું કે ઉચ્ચ અધિકારી દ્વારા પંચાયત મા બેસેલા વચેટિયાઓ પર શુ એક્સન લેવામાં આવે છે..
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


