નવસારી
બીલીમોરા નગરપાલિકાના ભાજપના શાસક પક્ષના નેતા પર અજાણ્યા ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો. જે બાદ ભાગી છૂટ્યા હતા. ગણદેવી ચાર રસ્તા પર કામ અર્થે આવેલા બીલીમોરા નગરપાલિકાના ભાજપના શાસક પક્ષના નેતા હરીશ ચીમન ઓડ પર અજાણ્યા ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો. જે ઘટના સી.સી.ટી.વીમાં પણ કેદ થઈ છે. કાર પાસેથી પસાર થતા હરીશ ઓડને એક ઈસમ પાછળથી પકડીને જમીન પર પાડી દે છે અને ઢીક્કા મુક્કીનો માર મારે છે. જે બાદ સામેથી આવતી કારમાંથી ૫થી વધુ યુવાનો હથિયાર સાથે ઉતરી સીધો હુમલો કર્યો હતો. લાકડી સહિતના હથિયારોથી ઢોર માર માર્યો હતો. આ હુમલો જૂની અને અંગત અદાવતમાં હોઈ શકે ર્છ ભાજપના નેતા પર હુમલા બાદ યુવાનો કારમાં બેસી ભાગી છૂટે છે. રોડ પર જખમી હાલતમાં પડેલા હરીશ ઓડને સ્થાનિક લોકો સારવાર અર્થે બીલીમોરા ખાતે ખાનગી હોસ્પિટલ ખસેડયા હતા. આ સમગ્ર મામલો ગણદેવી પોલીસ સુધી પહોંચતા હુમલા ખોરને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
