Gujarat

બોટાદ જિલ્લામાં રાષ્ટ્રીય મતદાતા દિવસ – ૨૦૨૨ ની ઉજવણી કરાઈ   

આજ રોજ જિલ્લા સેવા સદન, બોટાદ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૨ ની ઉજવણી જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને ઓનલાઈન કાર્યક્રમ દ્વારા કરવામાં આવી હતી.
  આ ઓનલઈન કાર્યક્રમમાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, લાયકાત ધરાવતા તમામ નાગરિકો જે મતદારયાદીમાં નામ નોંધાવ્યા વિનાના બાકી છે તેઓ તમામ લોકોએ નામ નોંધાવી લેવા. આ ઉપરાંત બી.એલ.ઓ. દ્વારા પણ  મતદારયાદીમાં નામ નોંધણી – સુધારા વધારા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેમજ ઓનલાઈન એપ દ્વારા પણ નામ નોંધાવી શકાય છે જેથી નામમા સુધારા-વધારા, નામ કમી કરાવવા તેમજ મતદાર યાદીમાં નામની નોંધણી કરાવવા અનુરોધ કર્યો હતો. દિવ્યાંગ લોકો પોતાના મતનો ઉપયોગ સરળતાથી કરી શકે તેમજ મતદારને મતદાન આપવા માટે કોઈ અડચણ ઉભી ન થાય તે માટે તંત્ર દ્વારા સુદ્રઢ કામગીરી કરવામાં આવી રહી છે તેમ પણ વધુમાં જણાવ્યું હતું.
  આ કાર્યક્રમમાં મહાનુભાવો, અધિકારી- કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ ભાઈઓ – બહેનો ઓનલાઈન જોડાઈને સહભાગી બન્યા હતા. આ કાર્યક્રમમાં CEO કચેરી, ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્ર્મને નિહાળવામાં આવ્યો હતો.
  આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, નાયબ કલેકટર આર.કે.વંગવાણી, આશિષ મિયાત્રા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પટેલ,  બોટાદ પ્રાંત અધિકારી દિપક સતાણી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સ્વીપ નોડલ ધારાબેન પટેલ, સમાજ સુરક્ષા અધિકારી વસીમ શાહ સહિતના અધકારીઓ તેમજ સબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર-વિપુલ લુહાર,બોટાદ

IMG-20220125-WA0511.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *