આજરોજ ખત્રી વિદ્યાલય મુકામે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ આવનાર બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ રિઝલ્ટ મેળવી પોતાનું ભવિષ્ય સુધારે તે હેતુસર બોડેલી ગામના અગ્રણી મોહસીન અલી સૈયદ સાહેબ ના અધ્યક્ષ સ્થાને વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું .મોટાભાગના વાલીઓ હાજર રહ્યા હતા . ખત્રી વિદ્યાલય ના આચાર્ય દ્વારા વાલીઓને પોતાની જવાબદારી સમજાવવામાં આવી .કાર્યક્રમના અધ્યક્ષ સૈયદ મોહસીન અલીબાવા દ્વારા ધોરણ 10 અને 12 પછી શું ?તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી આ સાથે ટ્રસ્ટી મંડળના સભ્યો પણ હાજર રહ્યા વાલી મિટિંગની સાથે સાથે આગામી વિધાનસભામાં ચૂંટણીમાં શાળાના આચાર્ય દ્વારા તમામ વાલીઓને મતદાન નું મહત્વ સમજાવવામાં આવ્યું અને તમામ ને સંકલ્પ લેવડાવવામાં આવ્યો કે પોતે પણ મતદાન કરશે અને પોતાની આસપાસના લોકોને પોતાની જવાબદારીએ મતદાન કરાવશે તેવી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી વાલીઓ દ્વારા શાળાના શિક્ષકો ઘણી સારી મહેનત કરી રહ્યા છે તે બદલ શાળાને શિક્ષકોને અભિનંદન આપવામાં આવ્યા પ્રથમ પરીક્ષા ની જવાબ વહી ઓને બતાવવામાં આવી અને વાલીઓ પણ પોતાના બાળકો પ્રત્યે જાગૃત રહેશે અને કોઈપણ બાળકને શૈક્ષણિક સમસ્યા થશે તો શાળાનો સંપર્ક કરશે તેવી ખાતરી આપવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ધોરણ 10 અને 12 ના વર્ગ શિક્ષકશ્રીઓએ કર્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


