છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કોમ્પ્યુટર ઓપરેટરોની હાલત કફોડી થતા આખરે બોડેલી સેવા સદન ખાતે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપી સરકાર સુઘી વાત પહોંચે તે માટે આખરે વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. લાંબા સમયથી કોમ્પ્યુટર ઓપરેટરો ને કમિશન દ્વારા વેતન મળતા અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોમ્પ્યુટર ઓપરેટરો ની સરકાર સુધી વાત ન પહોંચતા આખરે વિરોધ નોંધાવી સરકાર સુધી વાત પહોંચે અને જે લાંબા સમયથી કોમ્પ્યુટર ઓપરેટર નું શોષણ થાય છે તે બંધ થાય અને ફિક્સ પગાર આપવામાં આવે એવી માંગ સાથે આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. અને દિવસે અને દિવસે વધતી જતી મોંઘવારી ને લઈને કમિશન પેટે મળતા વેતનને લઈ પોસાતું ના હોય તેથી ફિક્સ પગાર કરવામાં આવે જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગર પાટનગરમાં જઇ ઉગ્ર આંદોલન કરવા ની ચીમકી આપવામાં આવી હતી. અને વહેલી તકે નિરાકરણ લાવવા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. કોમ્પ્યુટર ઓપરેટરો ની ખાસ માંગ ઉઠી છે.
કમિશન પ્રથા બંધ કરીને ફિક્સ વેતન સાથે પગાર ધોરણ લાગુ કરવામાં આવે.
તેવી વિવિધ માંગ સાથે બોડેલી તાલુકાના કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા પોતાની માંગણીઓ નું વહેતી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ સાથે બોડેલી સેવા સદન ખાતે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


