Gujarat

*ન્યૂ આવાજ કોળી ક્રાંતિ સેના ના અમરેલી જિલ્લા ના પ્રમુખ સંદીપભાઈ શીયાળ નું નિવેદન*

વિક્રમ સાખટ રાજુલા

 

*કોળી સમાજના કુંવરજીભાઇ બાવળીયા કોળી સમાજના સ્વિકૃતનેતા છે*

*કોળી સમાજ નહિ અન્ય સમાજ ના પણ સ્વીકૃત નેતા છે*

જાફરબાદના, તા.
અખિલ ભારતીય કોળી સમાજ ના સંવિધાનના નિયમો ને અવગણી બની બેઠેલા અઘ્યક્ષ અજીતભાઈ પટેલને ૧૪- મે – ૨૦૨૨ ના સુરત ખાતેના ગોલ્ડન જયુબિલી ઉજવણી ના કાર્યક્રમ માં સમજે સ્થાન બતાવી દીધું , એક કેન્દ્રીય મંત્રી , બે રાજ્યમંત્રી , ચાર સમાજના કાર્યક્રમોમાં હજાર રહે , કોળી સમાજ ના લોકોએ અજીતભાઈ પટેલ વાડી તોડકી નો બહિષ્કાર કર્યો , બની બેઠેલા નેતા ની ઇજ્જત આબરૂ ના ધજાગરા ઉડાડ્યા.
વધુ માં અજીતભાઈ ને આગવ ક્યારનાય કાર્યકારી પ્રમુખ તરીકે આખિલ ભારતીય કોળી સમાજ માંથી હટાવી ચૂક્યા છીએ . રાષ્ટ્રપતિ ની ગુજરાત મુલાકાત વખતે સમાધાન ફોર્મ્યુલા ઠુકરાવી , તા ૧૪/૪/૨૦૨૨ નાં રોજ અમદાવાદ ધર્મસ્થાન સમાજ ના મંત્રીઓ , ધારાસભ્યો , પૂર્વ સાંસદો , સમાજ પ્રમુખો જેવા ૪૦ થી ૫૦ વરિષ્ઠ આગેવાનો અને ધર્મગુરુની હાજરીમાં નક્કી થયેલા સમાધાન ફોર્મ્યુલા ગોલ્ડન જ્યુબિલી વર્ષ કુવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષતામાં ઉજવવા મનાવવું (૨) ઉજવણી પૂરી થઈ કોર્ટ કેસ પરત ખેંચી બંને હોદા પરથી રાજીનામું આપવું અને (૩) એક માસમાં આખાયે દેશનાં સંગઠન સાથે રાજ્યની મતદાર યાદી તૈયાર કરી બંનેની ઉપસ્થિતિ માં નવી ચૂંટણી કે સમાજ કહેતો પસંદગી કરવી. આ હતી સમાધાન ફોર્મુલા
આ ફોર્મુલા ને અવગણી સાથે વિશ્વાસમાં લીધા વિના રાષ્ટ્રપતિ વિદેશથી વર્ચ્યુઅલ જોડાણા છે તેમ સમાજને ગુમરાહ કરી ૧૪મી મે 2022 ના રોજ ૨૫ થી ૩૦ હજાર લોકોને એકઠા કરવાનું આયોજન કર્યું . કાર્યક્રમમાં રાજ્ય બહારના 250જેટલા અને સ્થાનિક મહાનુભાવોની હાજરીમાં ૪૦૦ થી ૫૦૦ સમાજના લોકો એકઠા થયા.
કેટલાક મહાનુભાવોની કમાન છટકી , બંધારણની/ સોસાયટી ના નિયમો વિરુદ્ધ બિનકાયદેસર ચાલતા સંગઠનમાં બની બેઠેલા અઘ્યક્ષ અજીતભાઈ પટેલ એ દબાવી/ધમકાવી કોર્ટમાં આપકી મેટર પેન્ડિંગ છે. ત્યારે કુંવરજીભાઈ બાવળિયાને સ્થાનેથી હટાવવાનો/દૂર કરવાનો ઠરાવ કરી કેટલાક લોકોને સમાજમાં સમાજકારણ ને બદલે રાજકારણ કરી પોતાનો રોટલો શેકવાનો ઈરાદો પાર પાડવા પ્રયત્ન કર્યો છે. સમાજ આવા લોકોને ક્યારેય માફ નહીં કરે જે સમાજમાં ખુલ્લા પડી ગયા જેને કદી સમાજની વચ્ચે જઈ સમાજના વિશ્વાસ સંપાદન નથી કર્યો સુખ દુઃખ ના સાથી બની સમાજની સાથે ઉભા નથી રહ્યા એવા લોકોને કુવરજીભાઈ બાવળિયા વિશે ‘સમાજમાં કામ નથી કરતા’ તેવી વાહિયાત વાતો કરવાનો કોઈ અધિકાર નથી. ચોટીલા જેવા બે-બે લાખ કોળી સમાજના સંમેલન કુવરજીભાઈ બાવળિયા કરી શકે અને આગામી દિવસોમાં કરશે કુવરજીભાઈ વર્કર , કર્મઠ , નિષ્ઠાવાન અને ફક્ત કોળી સમાજ નહીં , સર્વ સમાજ ને સાથે રાખી ચાલવા વાળા સર્વ સમાજના સ્વીકૃત લોકોના હૃદયમાં સ્થાન પામેલા નેતા છે. તેને કોઈ બે પાંચ વ્યક્તિઓ હટાવી શકે તેમ નથી. તેમ અંતમાં જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *