બોડેલી તાલુકાના જુગામ ખાતે આવેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગાઈડલાઈન અનુસાર કોરોનાની મહામારીની સામે લડત આપવા આરોગ્ય વિભાગ કાર્યરત થયું
જેને લઇ જબુગામ ગ્રામ પંચાયત તથા છોટાઉદેપુર જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી ઓફિસર મેવાડા સાહેબ ને સાથે લઈ જબુગામ હોસ્પિટલ સ્ટાફ દ્વારા ઓક્સિજન પ્લાન્ટ નું નિરીક્ષણ કરવામાં આવ્યું અને પ્લાન્ટ કાર્યરત છે એવી જાણકારી આપવામાં આવી
ભવિષ્યમાં જો કોરોના આવે તો તેના માટે જબુગામ હોસ્પિટલમાં 12 થી 14 બેડ ઓક્સિજન સાથેના તૈયાર કરવામાં આવ્યા
જેની મુલાકાત પણ લેવામાં આવી
જેને લઇ દર્દીઓને સારી સગવડ મળી રહે અને ઓક્સિજન પ્લાન્ટ માંથી ઓક્સિજન મળી રહે એવી સગવડ કરવામાં આવી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


