Gujarat

બોબી દેઓલે માતા પ્રકાશ કૌર સાથેનો ફોટોગ્રાફ શેર કર્યો

મુંબઈ
બોલિવૂડ અભિનેતા બોબી દેઓલ સુપરસ્ટાર ધર્મેન્દ્રનો દીકરો છે. મોટાભાગના લોકોને તેમની પત્ની હેમા માલિની વિશે જ ખબર જ છે, પરંતુ તેમની પહેલી પત્ની પણ છે જેનું નામ છે પ્રકાશ કૌર જેઓ બોબી અને સની દેઓલાની માતા છે. તાજેતરમાં બોબીએ સોશિયલ મીડિયા સગી માતા પ્રકાશ કૌરની સાથે ફોટો શેર કર્યો છે. આ ફોટોઝમાં માતા-દીકરાની વચ્ચે સારું બોન્ડિંગ જાેવા મળી રહ્યું છે. આ તસવીર એક ફિલ્મના શૂટિંગના સેટ પર શેર કરવામાં આવી છે. બોબી દેઓલે ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી તો ફેન્સ ખુશ થઈ ગયા. બોબીની માતા પ્રકાશ કૌર દીકરાને મળવા સેટ પર ગયા હતા, જેના પછી એક્ટરે ફેન્સની સાથે ઈન્સ્ટાગ્રામ પર બે ફોટોઝ શેર કર્યા. આ તસવીરોમાં બોબી માતાની સાથે શાંતિની ક્ષણો પસાર કરી રહ્યો છે. તેની માતા પ્રકાશ કૌર દીકરાને લાડલડાતી જાેવા મળી રહી છે. શૅર કરેલી તસવીરમાં બોબી દેઓલ ગુલાબી પાઘડીમાં જાેવા મળ્યો હતો. તેણે વ્હાઇટ પઠાની પહેરી છે. પ્રકાશ કૌર દીકરા સાથે વાત કરે છે. માનવામાં આવે છે કે આ તસવીરો બોબી દેઓલના શૂટિંગ સેટ પરની છે. આ તસવીરો શેર કરીને બોબી દેઓલે કહ્યું હતું, ‘લવ યુ મા…’ માતા-. બોબી પોતાની માતા અને પિતાની ઘણો નિકટ છે. તસવીર જાેઈને બોબી દેઓલના ફેન્સ ખુશ થઈ ગયા છે. બોબી દેઓલની આ તસવીર ચાહકો ને સેલેબ્સને ઘણી જ પસંદ આવી છે. ચંકી પાંડે, વિક્રાંત મેસી, દર્શન કુમાર, રાહુલ દેવ સહિતના સેલેબ્સ કમેન્ટમાં હાર્ટ ઇમોજી પોસ્ટ કરી હતી. બોબી દેઓલે ૧૯૯૫માં ફિલ્મ ‘બરસાત’થી કરિયરની શરૂઆત કરી હતી. હાલમાં જ બોબી દેઓલની ફિલ્મ ‘ગુપ્ત’ને ૨૫ વર્ષ પૂરા થયા હતા. બોબી છેલ્લે ‘લવ હોસ્ટેલ’માં જાેવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે સાન્યા મલ્હોત્રા તથા વિક્રાંત મેસી હતી. બોબી દેઓલની વેબ સિરીઝ ‘આશ્રમ’ હિટ રહી છે. આ સિરીઝની ત્રણ સિઝન આવી ગઈ છે. બોબી દેઓલ હવે ‘પેન્ટહાઉસ’, ‘અપને ૨’ તથા ‘એનિમલ’માં જાેવા મળશે. ‘અપને ૨’માં બોબી દેઓલ પિતા ધર્મેન્દ્ર, ભાઈ સની દેઓલ તથા ભત્રીજા કરન દેઓલ સાથે કામ કરશે. ‘એનિમલ’માં રણબીર કપૂર, રશ્મિકા મંદાના તથા અનિલ કપૂર છે.

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *