Gujarat

ભાગ લેવા ઇચ્છુક ૧૫થી ૩૫ વર્ષના યુવાઓએ આગામી તા.૧૦ જાન્યુઆરી સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે

રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩માં શ્રી અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે શ્રી અરવિંદ ઘોષના જીવન-કવન પર આધારિત જિલ્લા કક્ષાની વક્તૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધાઓ ૨ વિભાગમાં યોજાશે. જેમાં, વિભાગ માં ૧૫ વર્ષથી ૧૯ વર્ષ- આ વયજૂથમાં સમાવિષ્ટ લોકો ભાગ લઇ શકશે. તેમજ વિભાગ માં ૧૯ વર્ષથી ૩૫ વર્ષ- આ વયજૂથમાં સમાવિષ્ટ થતા લોકો ભાગ લઇ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક રજીસ્ટ્રેશન ફોર્મ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી, જામનગર અને જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૂમ નં. ૪૨, પહેલો માળ, રાજપાર્ક પાસે, જામનગર ખાતેથી મેળવી શકશે. આગામી તા.૧૦/૦૧/૨૦૨૩ સુધી ફોર્મમાં વિગતો ભરીને જમા કરાવવાનું રહેશે.

જિલ્લા કક્ષાના પ્રથમ વિજેતા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ શકશે. રાજ્યકક્ષાની તમામ સ્પર્ધામાં વિજેતા થયેલ પ્રથમ ૧૦ સ્પર્ધકોને વિના મુલ્યે પોન્ડિચેરી, તમિલનાડુ સ્થિત શ્રી અરબિંદો આશ્રમની મુલાકાતની તક મળશે. વધુ માહિતી માટે કચેરીના ફોન નં. ૦૨૮૮-૨૫૭૧૨૦૯ પર સંપર્ક કરી શકાશે, તેમ શ્રી એમ.આઈ. પઠાણ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *