Gujarat

ભાવનગરમાં આયોજીત હેન્ડબોલ સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજની ટીમ ચેમ્પિયન

ભાવનગર
ભાવનગરની એમ.કે.બી. યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આંતર કોલેજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આંતર કોલેજ હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ કોલેજની ટીમોએ ભાગ લીધો હતો. નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગરની હેન્ડબોલની ટીમે તેમની હરીફ ટીમોને પરાજિત કરી યુનિ. ની ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી હતી. મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થિની ચુડાસમા પાંચી બાઘાભાઈ, વાંકાણી તમન્ના ભરતભાઈ, નકુમ પાયલ લક્ષ્મણભાઈ, કમાલીયા રાણીબેન નાજાભાઈ, ડાભી રીટા ગુણવંતભાઈ, ડાભી રીદ્ધીબેન જયેશભાઈ, ચૌહાણ ખુશી મુકેશભાઈ, બારૈયા સેજલબેન વલ્લભભાઈ, દિહોરા કાજલબેન મનજીભાઈ, દિહોરા કિરણબેન ભુપતભાઈ, ભંમર ભનીબેન રાહાભાઈ, ભંમર અમુબેન રાહાભાઈ, બાંભણીયા શ્રદ્ધાબેન નરેશભાઈ, ભંમર જાહીબેન શામલાભાઈ, વેગડ અસ્મિતાબેન બુધાભાઈ અને ગોહિલ વિશ્વબેન અતુલભાઈ એ એમ.કે.બી. યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આંતર કોલેજ હેન્ડબોલની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આંતર કોલેજ હેન્ડબોલ સ્પર્ધામાં ચેમ્પિયન બનવા બદલ સમગ્ર હેન્ડબોલ ટીમને કોલેજના ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

File-02-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *