ભુજ
ભુજ તાલુકાના દેશલપર વાંઢાયમાં સર્જાયેલા અકસ્માત વિશે ગામના ચેતન માંવાણીના જણાવ્યાં અનુસાર આ દુર્ઘટના ગામના ત્રણ રસ્તા નજીક આવેલી પોલીસ ચોકી સામે સર્જાઈ હતી. અહીં મીઠું ભરીને આવેલું ટ્રેઈલર ઉભું હતી. જે બાદ અચાનક આ ટ્રેઈલર રિવર્સમાં રડી ગયું હતું. જેના કારણે આજુબાજુમાં ઉભેલા લોકોમાં નાસભાગ મચી હતી. તેમજ બાજુમાં પાર્ક કરેલી ૩ બાઈક અને ૨ કારમાં નુકસાન પહોંચ્યું હતું. જાેકે, સદભાગ્યે આ બનાવમાં કોઈને ઇજા પહોંચી નહોતી. પરંતું વિજ થાંભલો ધરસાઈ થતા થોડીવાર માટે વીજવ્યવહાર ખોરવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા માસ અગાઉ પણ અહીં પાસેની એક મેડિકલ સોંપમાં મધરાત્રીએ એક બેકાબુ ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.ભુજના નખત્રાણા ધોરીમાર્ગ પરના દેશલપર વાંઢાય ગામના ત્રણ રસ્તા નજીક પોલીસ ચોકી સામે ઊભેલું ટ્રેઈલર અચાનક રિવર્સમાં રડી આવતા પાછળ પાર્ક કરેલા ૩ જેટલા બાઈક અને ૨ કારને હડફેટે લીધી હતી. જેથી વ્યાપક નુકસાન થયું હતું. તેમજ એક વીજ થાંભલો પણ ધરાશાઈ થતા લોકોમાં દોડધામ મચી હતી. જમીન તરફ ઢળી પડેલા વિજ તારને લઈ માર્ગ પર ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. આ બનાવના પગલે ૫ હજારની વસ્તી ધરાવતા ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેના સમારકામ અર્થે વીજ કર્મચારીઓ કામે લાગ્યાં હતા અને વીજપુરવઠો ફરી શરૂ કરવામાં આવ્યો હતો. સદભાગ્યે બનાવમાં જાનહાનિ ટળી હતી.


