Gujarat

મનરેગાના કામમાં બાળકોના નામે મજૂરી મસ્ટર કાઢ્યાનું બહાર આવ્યું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું સૌથી મોટું ગામ કુકરદા છે.

જેમાં કુકરદા ગ્રામ પંચાયતના સરપંચ પદનું સુકાન ગોનાબેન અંબાલાલ ભીલને આ વર્ષે મતદારોએ સોંપ્યું હતું. જેને હજુ માંડ દોઢ વર્ષ થયું હશે ત્યાં તો મનરેગા યોજનાના કામમાં ગેરરીતિના ભ્રષ્ટાચારની ફરિયાદ સીધી ગ્રામજનોએ છોટાઉદેપુર ડીડીઓને આવેદનપત્ર આપી કરી હતી. જેમાં મનરેગા યોજનાના કામમાં જે મસ્ટર કાઢવામાં આવ્યા હતા, તે કામમાં આદિવાસી વિદ્યાર્થીઓ જેઓ અભ્યાસ કરતા હોય તેઓના નામના મસ્ટર કાઢવામાં આવ્યા હતા. તેમજ કેટલાક એવા મજૂર બતાવવામાં આવ્યા જેમની ઉંમર પણ પૂરી ન હતી. આ બાબતે પહેલી તપાસમાં જ કુકરદા ગ્રામ પંચાયતના ગ્રામ રોજગાર સેવકને સસ્પેન્ડ કરાયો હતો. બાદ કુકરદા ગ્રામ પંચાયતના આવ્યું હતું. અન્ય મુદ્દાને લઇને તલાટી કમ મંત્રીની બદલી કરાઈ હતી. જ્યારે અલગ અલગ પત્રથી સતત બે માસ સુધી થયેલ તપાસના આધારે આખરે સરપંચ પણ દોષિત જણાઇ આવ્યા હતા. તેમણે પોતાના ખુલાસામાં અભણ હોવાનું અને તેઓ કશું જાણતા ન હોવાનું તેમજ અન્ય કારણો આપ્યા હતા. જ્યારે તપાસમાં મસ્ટર પર સહીઓ સરપંચની હોવાનું અને મનરેગા યોજનામાં ગેરરીતિ થયાનું જણાઇ પણ સરપંચ દોષિત જણાયા હતા. જેને લઈ છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહે કુકરદાના મહિલા સરપંચ ગોનાબેન ભીલને સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ કર્યો છે. મનરેગાના કામમાં શાળામાં ભણતા બાળકોના જોબ કાર્ડ બનાવી લાભના નાણાં મેળવ્યા હતા. ગ્રામજનોની ફરિયાદને લઈ તપાસ થતાં સરપંચને હોદ્દા પરથી દૂર કરાતાં સરપંચોમાં ફફડાટ ફેલાયો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *