*માણાવદરમાં ગીર ગાય સંવર્ધન માટે સાડા ત્રણ વીઘામાં “અનસુયા ગૌ ધામ” કેન્દ્રની હિતેન શેઠના હાથે થયેલી સ્થાપના*
ભારતમાં પ્રાચીન સમયથી ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક વ્યવસાય રહ્યા છે આમાં શુદ્ધ વંશની ગીર ગાયનું સંવર્ધન ખૂબ જ ઓછું જોવા મળે છે જે બાબત ધ્યાને લઇ માણાવદર ખાતે મૂળ મુંબઈના વતની મેઘનાબેન હિતેનભાઈ શેઠ દ્વારા નિસ્વાર્થ ભાવે ગીર વંશ સુધારણા અને સંવર્ધન માટે અનસુયા ગૌ ધામ ની શરૂઆત કરવામાં આવી છે. આ ગૌ ધામ સાડા ત્રણ વિધા વિસ્તારમાં વિસ્તરેલ છે ને તેમાં ભાવનગર બ્લડ લાઇન નું ૪૦ જેટલું અસલ ગીર ગૌધન રાખવામાં આવેલ છે જેનું પરંપરાગત અને વૈજ્ઞાનિક બંને રીતનો સમન્વય કરી ગાયોનું પાલન કરવામાં આવે છે.
આ ગાયો ગૌધનને ગૌઆધારિત ખેતી કરી અને ઉગાડેલ ચારો આપવામાં આવે છે અને ગાયો નો સ્વાસ્થ્ય જળવાઈ રહે અને દૂધની ગુણવત્તા અનેક ગણી વધી જાય તે માટે ૨૮ થી ૩૦ જેટલી અલગ અલગ પ્રકારની ઔષધિઓ આપવામાં આવે છે.આ ગૌધામ દ્વારા ૧૫૦ થી ૨૦૦ લીટર છાશનું દરરોજ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે અને વિશેષ તો એ કે અહીં પરંપરાગત અને વૈદિક પદ્ધતિ દ્વારા ધી બનાવવામાં આવે છે જે મનુષ્યના સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે. અહીં 30 લોકો આજીવીકા પણ મેળવે છે જેનો પગાર શેઠ પરિવાર તરફથી આપવામાં આવે છે
આ સંસ્થા દ્વારા મેઘબિંદુ નામથી ધીનું વેચાણ કરવામાં પણ આવે છે જેની મોટા શહેરોમાં ખૂબ જ માંગ વધુ છે. જર્સી અને એચ.એફ ગાયને બદલે ગીર ગાયનું દૂધ અને ઘી સ્વાસ્થ્ય માટે અમૃત સમાન પુરવાર થયેલ છે. આ સંસ્થા જો કે ડી.સી. શેઠ ના અવસાન પછી તેમના સ્મરણાર્થે શરૂ થઈ હતી તે સમયે માત્ર બે ગીર ગાયો હતી આજે ૪૦ ગીર ગાયો છે. મેઘનાબેન મુંબઈ થી માણાવદર શિફ્ટ થઈ જતાં આ પ્રવૃત્તિને વધારે વિકાસ મળ્યો છે મુંબઈ નગરીની આધુનિક લાઈફ લાઈન છોડી હિતેનભાઈ તથા મેઘનાબેન ગીર ગાયો ના ઉછેર માટે માણાવદર સ્થાઇ થઈ ગાયોના સંવર્ધન માટે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે
તસવીર – અહેવાલ – જીગ્નેશ પટેલ માણાવદર


