Gujarat

મહાશિવરાત્રિએ સોમનાથ મંદિરમાં ભાવિ ભક્તો ઉમટ્યા

ગીર સોમનાથ
મહાશિવરાત્રીએ દૂર દૂર તથા આસપાસના ગામો અને ગ્રામ્ય વિસ્તોરોમાંથી સોમનાથ સાંનિઘ્યેં આવતા ભાવિકો માટે જુદી-જુદી સંસ્થાઅઓ અને સેવાભાવી લોકો દ્રારા ફળાહાર પ્રસાદી વિતરણ માટેના ભંડારા યોજવામાં આવેલ છે. ભંડારામાં સુકીભાજી, રાજીગરાના લોટનો દેશી ઘી નો શીરો, રાજીગરાની પુરી, સાંબાની ખીચડી, ગાજરનો હલવો, ફરાળી ચેવડો, માંડવીની સુકીભાજી, ફળો સહિતની ફળાહારની પ્રસાદીનું ભાવિકોને વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પ્રત્યેેક ભંડારામાં દસ થી પંદર હજાર ભાવિકો ફળાહાર પ્રસાદી લઇ શકે તેવી તૈયારીઓ સંસ્થાકઓએ અગાઉથી જ કરી રાખી છે. મા પરિવાર અને સોમનાથ ટ્રસ્ટપના ભંડારાની વાત કરીએ તો તેમાં ૧૫ હજાર ભાવિકોને પ્રસાદી વિતરણ કરી શકાય તેવી તૈયારી કરાયેલ છે. જેના માટે ૫૦૦ કીલો રાજીગરાના લોટમાંથી શીરો અને પુરી, ૨૫૦ કીલો મોર્યની ખીચડી, ૨૫૦૦ કીલો બટાટાની સુકી ભાજી, ૨૦ ડબ્બાપ ઘી માંથી ફળાહાર પ્રસાદી તૈયાર કરવામાં આવી છે. આ સાથે ૨૫૦૦ લીટર છાશનું પણ વિતરણ કરવામાં આવેલ છે છેલ્લો બારેક વર્ષથી મહાશિવરાત્રીએ સોમનાથ સાંનિઘ્યેત ભંડારા યોજાઇ રહ્યા છે. દર વર્ષે ભંડારામાં પોણાથી એક લાખથી વઘુ ભાવિકો પ્રસાદીનો લ્હા વો લેતા હોય છે. જેમાં ગત વર્ષે કોરોના મહામારીના લીઘે ભાવિકોની સંખ્યાસ અડઘો અડઘ જાેવા મળી હતી. જાે કે તેની સામે ચાલુ વર્ષે કોરોના તળીયે હોવાથી શિવરાત્રીએ શિવભકતોનો મોટો સમુહ યાત્રાઘામમાં ઉમટેલો જાેવા મળી રહયો હોવાથી ભંડારાનું આયોજન કરતી સંસ્થાઅઓ અને સેવાભાવિઓ દ્રારા એક લાથી વઘુ ભાવિકો પ્રસાદી લેશે તેવી ઘારણા સાથેની તૈયારીઓ કરી હોવાનું ભંડારા સંચાલકો પાસેથી જાણવા મળેલ છે.મહાશિવરાત્રીએ સોમનાથ મંદિરે દૂર દૂરથી આવતા ભાવિકોને પ્રસાદીમાં ફરાળ મળી રહે તે માટે જુદી-જુદી સેવાભાવી સંસ્થાદઓ અને લોકો દ્રારા આઠ જેટલા ભંડારાઓનું આયોજન કરેલ છે. શિવરાત્રીના દિવસ દરમ્યાસન એક લાખથી વઘુ ભાવિકો ફરાળાહાર પ્રસાદી લઇ શકે તેવું આ આયોજન સંસ્થાનઓ દ્રારા કરાયેલ છે. આ ભંડારાઓમાં બપોર સુઘીમાં અડઘા લાખ જેટલા ભાવિકો પ્રસાદી લઇ ચુકયા હોવાનું અંદાજ વ્યયકત કરાયો છે. આ વર્ષે હાલ કોરોના તળીયે હોવાથી ભાવિકોનું ઘોડાપૂર યાત્રાઘામ સોમનાથમાં અવિરત ઉમટી રહયુ હોવાથી ભંડારામાં પણ ભાવપૂર્વક દૂર દૂર તથા આસપાસના ગામોમાંથી આવતા લોકો પરિવાર સાથે પ્રસાદી લઇ રહ્યા છે. ઘણા વર્ષોથી શિવરાત્રીએ મંદિર પરિસર આસપાસ ત્રણ થી ચાર ભંડારાના આયોજનો સંસ્થાંઓ દ્રારા કરવામાં આવતા હતા. જેની સામે આ વર્ષે આઠ જેટલી સેવાભાવી સંસ્થાદઓ દ્રારા ભંડારા યોજી રહી છે. જેમાં કોરોનાના ગાઇડલાઇન્સમ મુજબ ચોપાટી ખાતેના ગ્રાઉન્ડ્‌, જૂના મંદિરની પાસે સહિતના સ્થેળોએ ભંડારા યોજવાની વ્યગવસ્થાવ ઉભી કરાયેલ છે. આઠ ભંડારામાં શિવ દરબાર આશ્રમ (પૂ.ઉષામાં)-કાનાતળાવ, બાબા ઉમાકાંતજી મહારાજ ભંડારા (ઉજ્જૈન), વી.ટી.શુકલા પરિવાર, યુપીના અલીગઢના ગુપ્તાજી (જય સોમનાથ ટ્રાન્સપોર્ટ અને ફુડસ પ્રા.લી.) ભંડારા, જય ગાત્રાળ માં – જય પાલાઆતા ટ્રસ્ટ, મા પરિવાર-સોમનાથ ટ્રસ્ટડ, હરિઓમ સેવા મંડળ-મુંબઇ સહિતની સેવાભાવી સંસ્થાપના અને લોકો દ્રારા ભંડારા યોજવામાં આવેલ છે. આ તમામ ભંડારામાં સવારથી સાંજ સુઘીમાં એક લાખથી વઘુ ભાવિકો ફળાહારની પ્રસાદી લઇ શકે તેવી તૈયારીઓ આઠેય ભંડારામાં કરાઇ છે. ભંડારાના સ્થ ળે ભીડ ન થાય અને ગાઇડલાઇનનું પાલન સાથે લોકો ફળાહાર પ્રસાદી લઇ શકે તેવી વ્યઘવસ્થાન કરવામાં આવી છે. આજે સવારથી જ ભંડારામાં અવિરત ભાવિકો આવી પ્રસાદી લઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *