Gujarat

મહુવા સુરત ટ્રેનને આણંદ સ્ટોપ આપવા અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયાની રજૂઆત..

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા લીલીયા મતવિસ્તારના હજારો વિદ્યાર્થીઓની વેદનાને સમજી માનનીય રેલ્વે મંત્રીશ્રી દર્શનાબેન જરદોશને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે સાવરકુંડલા લીલીયા મતવિસ્તારના હજારો વિદ્યાર્થીઓ વલ્લભવિદ્યાનગર અભ્યાસ સાથે અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ મહુવા-સુરત અને મહુવા – બાંદ્રા ટ્રેન ચાલુ કરવામાં આવેલ છે આ બંને ટ્રેનનો સ્ટોપ આણંદ પણ હવે કરવામાં આવે એવી અમરેલી જિલ્લા ભાજપ  ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેથી કરી સાવરકુંડલા લીલીયા મતવિસ્તારના હજારો વિદ્યાર્થીઓ ટ્રેન દ્વારા યાત્રા કરી શકે અને અને આ ટ્રેનનો આણંદ સ્ટોપ આપવામાં આવે તો ટ્રેન યાત્રાનો લાભ લઇ શકે અને વિદ્યાર્થીઓ અને વાલીઓને અવર જવરમાં સારું રહે તે હેતુસર સુરેશભાઈ પાનસુરીયા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

IMG-20220620-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *