મહેસાણા
મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં શંકાશીલ પતિ પત્નીને માર મારી હેરાન-પરેશાન કરતો હતો. તેમજ પતિએ પોતાના મિત્રો સાથે પત્નીને હોટેલમાં લઇ જઈ જબરદસ્તી અંગત વીડિયો ઉતાર્યો હતો. જાેકે, પત્નીએ વિરોધ કરતાં પતિએ મિત્રોની હાજરીમાં જ હોટેલના રૂમમાં શરીરના ભાગો પર બચકાં ભરી પત્નીને લોહીલુહાણ કરી હતી. સમગ્ર મામલે વડનગર તાલુકા પોલીસ મથકમાં ૪ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. વડનગર તાલુકાના એક ગામની પરિણીતા પર તેનો પતિ અવારનવાર શંકા રાખતો હતો અને મારઝૂડ કરતો હતો. સમગ્ર મામલે સવારે દશ કલાકે પરિણીતા પોતાના ઘરે હાજર હતી એ દરમિયાન પતિ પોતાની સાથે અન્ય ત્રણ મિત્રોને ગાડીમાં ઘરે લઇ આવી પરિણીતા સાથે મારઝૂડ કરી હતી. બાદમાં પતિના મિત્રોએ મામલો થાળે પાડ્યો હતો. સવારે મિત્રોની હાજરીમાં પતિએ પત્નીને મારઝૂડ કર્યા બાદ બાધા કરવા જવાનું છે એમ કહી પતિએ તેના મિત્રની ગાડીમાં સવાર થઈ વડનગરમાં આવેલા એક ગેસ્ટ હાઉસના રૂમમાં લઇ ગયો હતો. જ્યાં તેના મિત્રો તેમજ અન્ય એક ઈસમ રૂમમાં હાજર હતા. પતિએ પત્નીને ર્નિવસ્ત્ર કરી, ફોનમાં મિત્રોની હાજરીમાં વીડિયો ઉતારવા લાગ્યો હતો. પત્નીએ વિરોધ કરતાં પતિએ પત્નીના હોઠ પર બચકું ભર્યું હતું. જેથી પત્ની લોહીલુહાણ બની હતી તેમજ શરીરના અન્ય ભાગોમાં બચકાં ભરતાં પત્નીએ બૂમાબૂમ કરી મૂકી હતી. પતિએ પત્ની પર હુમલો કરતા પરિણીતા ઈજાગ્રસ્ત થઈ હતી. જેથી પતિ તેના મિત્રો સાથે પોતાની પત્નીને સારવાર માટે વડનગરના ખાનગી દવાખાને લઇ ગયા હતા. જાેકે, ડોક્ટરને મામલો અજીબ લાગતા સારવાર કરી ન હતી. જેથી પરિણીતાએ પોતાનાં માતા-પિતા અને ભાઈને ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેથી પરિણીતાનો પરિવાર વડનગર દોડી આવ્યો હતો. તેમજ ઘાયલ પરિણીતાને સારવાર માટે વડનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હેવાન પતિએ બચકાં ભરતા હોઠ તૂટી ગયો હતો. જેથી ડોક્ટરે પ્લાસ્ટિક સર્જરી કરવા માટે રીફર કરવા જાણ કરી હતી. આ સમગ્ર મામલે પરિણીતાએ વડનગર પોલીસ મથકમાં પતિ સહિત ૪ લોકો વિરુદ્ધ કલમ ૩૨૬, ૩૨૪, ૨૫૪ મ્, ૩૩૫, ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી છે.


