જાણવા મળતી વિગતો મુજબ ૧૯૫૨ ની આસપાસ તત્કાલીન સૌરાષ્ટ્ર સરકારે માંગરોળ નગરપાલિકા ને ગામતળ ની હદ નક્કી કરી તેના નકશા અને શંખ ચતુર્સીમા સાથે આ હદમાં આવતી ગામતળ ની જમીનનો કબ્જો આપેલ હતો ત્યાર બાદ ૧૯૯૯મા જૂના નીમ થયેલ ગામતળ ની બહાર ના રેવન્યુ વિસ્તારમાં સુધરાઈ ની આવક માટે જકાત (જે હવે નાબૂદ થયેલ છે) જેવા વેરાઓ વસુલવા ના અધિકારો આપવાની દરખાસ્ત ગુજરાત સરકારે ગ્રાહ્ય રાખી વેરા વસૂલાત ના અધિકારો આપવા નવી હદ વધારેલ હતી આ નવી વધારેલી હદની જમીનોની માલીકી નુ કોઈ હસ્તાતર કરેલ ન હતું છતાં નગરપાલિકા ના સતાધીશો રેવન્યુ ની હદમાં આવેલ જમીનો ના વેચાણ ઠરાવો કરી ખાનગી વ્યકિતઓ, સંસ્થાઓ, સુધરાઈ ના કર્મચારીઓ ને તેમની પાસેથી વેચાણ મેળવવા ની અરજીઓ લઈ જનરલ બોર્ડમાં પ્રમુખ સ્થાનેથી મફતના ભાવે વેચાણ ઠરાવો કરી દસ્તાવેજો કરી રહેલ છે આ પ્રવૃત્તિ વર્ષોથી થઈ રહી છે અગાઉ ૧૯૮૦મા પોરબંદર રોડ ઉપર રેવન્યુ સર્વે નંબર ૧૬૫૪(જુનો સર્વે નંબર ૧૦૮) વાળી ગૌચર ટૉવર્સ ની રેવન્યુ ની જમીનનો એક મોટો ટુકડાનુ આવો ઠરાવ કરી વેચાણ કરાયો હતો જે દસ્તાવેજ માં તો વેચાણ કરાયેલ જમીનના દસ્તાવેજ માં તો ખુલ્લેઆમ રેવન્યુ ના સર્વે નંબર ૧૦૮ નો ઉલ્લેખ કરીને દસ્તાવેજ કરી દેવાયુ હતું અને સીટી સર્વે કચેરીએ હદ ચોકસી સમયે આ દસ્તાવેજ નાં આધારે વેચાણ રાખનારને ધારણ કર્યા ઠેરવી માલીક બનાવી પ્રોપર્ટી કાર્ડ પણ ઈશ્યુ કરી દીધું હતું આવી જ રીતે માંગરોળ સુધરાઈએ હાલ શકિતનગર નામે ઓળખાતા સરકારી દવાખાના પાછળ આવેલી રેવન્યુ સર્વે નંબર ૧૬૧૦,૧૬૧૧ વાળી રેવન્યુ ની ખુલ્લી જમીનો માંથી ૬૨ જેટલા રબારી પરીવારોને પરીવાર દીઠ ૪૦૦ મીટર જમીન આપવાનો ઠરાવ કરી વેચાણ દસ્તાવેજો કરી આપેલા જેના આધારે સ્થાનિક સીટી સર્વે કચેરી એ આ અરજદારો ની માંગણી ના આધારે આ મીલકતોને નવા સીટી સર્વે નંબરો ફાળવી ખરીદનારાઓ ને ધારણકર્તા માલીક ઠેરવી નવાં પ્રોપર્ટી કાર્ડ બનાવવા નાયબ કલેકટર કેશોદ ને કરેલી દરખાસ્ત તત્કાલીન પ્રાંત અધિકારી મિતાબેન જોષીએ વેચાણ કરાયેલ જમીનોનું ટાઈટલ મેળવતા જમીન ની માલીકી રેવન્યુ વિભાગ ની હોવાનું બહાર આવતા સુધરાઈ એ કરેલ વેચાણ ગેરકાનૂની રીતે કરાયેલ હોવાનું બહાર સીટી સર્વે કચેરી માંગરોળ એ કરેલ દરખાસ્ત ના મંજુર કરી પ્રકરણ સીટી સર્વે કચેરી ને પરત કરી દેતા આ પ્રકરણો લટકી પડ્યા છે અન્ય એક પ્રકરણમાં માંગરોળ સુધરાઈના તારીખ ૩૧/૧/૮૪ ના જનરલ બોર્ડમાં કામનાથ રોડ પર ગોપાલ ગોદરા પાસે આવેલી MMEW શાળા સંકુલ ની ૮૫૫૦ મીટર જમીન જે રેવન્યુ સર્વે નંબર ૧૬૫૪ પૈકી ની છે તથા પશુ દવાખાના પાસે નવા શીવકુજ નામે ઓળખાતા સંકુલ વાળી ૫૨૨૦.૧૮ મીટર જગ્યા જે રેવન્યુ સર્વે નંબર ૧૬૧૧ અને ૧૬૧૦ પૈકી ની છે તે બંન્ને જમીનો રેવન્યુ ની માલીકી ની હોવા છતાં આ જગ્યા બંન્ને સંસ્થાઓ ને માત્ર રૂ. ૧.૫૦ (દોઢ રુપીયે મીટર) નાભાવે
ઠરાવ નંબર ૧૫૩ થી વેચાણ આપવા ઠરાવ કરી દસ્તાવેજો કરી આપેલા જેમાં MMEW શાળાની જમીન રેવન્યુ ની હોવા છતાં તેને દસ્તાવેજ ના આધારે નવા સીટી સર્વે નંબર ફાળવી નવું પ્રોપર્ટી કાર્ડ બનાવીસંસ્થા ને ધારણ કર્તા માલીક નું સ્ટેટસ આપી દેવાયું છે જ્યારે નવા શિવકુજને અપાયેલ રેવન્યુ સર્વે નંબર ૧૬૧૧ વાળી જમીનનું દસ્તાવેજ તત્કાલીન ચિફ ઓફીસરે દસ્તાવેજ નંબર ૭૦૬ તારીખ ૨૮/૧૦/૮૬ થી નોંધાવી આપેલ હતું જેના આધારે આ જગ્યા ને નવા સીટી સર્વે નંબર ફાળવવા અને નવું પ્રોપર્ટી કાર્ડ ઈશ્યુ કરી આ મિલ્કત ના ધારણ કર્તા માલીકનુ સ્ટેટ્સ મેળવવા સૌ પ્રથમ પ્રાંત કચેરી કેશોદ સમક્ષ ચાલેલ સીટી સર્વે અપીલ કેશ નંબર ૯/૨૦ પ્રકરણમાં ના.કલે. કેશોદ એ આ કેશ ઉપરાંત આ સંસ્થા ના આવા અન્ય ત્રણ મળી કેશ નંબર ૮,૯,૧૦ તથા ૧૧/૨૦૨૦ માં સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ માંગરોળ ને કેશ રીમાન્ડનો હુકમ કરી આધારો મેળવી ચકાસી જરૂર પડ્યે હદ ચોકસી કરી નવેસરથી નિર્ણય કરવા આદેશ કરતાં આ પ્રકરણોમાં હાલ સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ માંગરોળ સમક્ષ રીમાન્ડ કેશો ચાલી રહયા છે તેમાં જમીન રેવન્યુ ની માલીકી ની હોવા છતાં જમીનના માલિક સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ કોને બનાવશે તે કેશનો ચુકાદો આવ્યે જાણવા મળશે આ ઉપરાત માંગરોળ નાં સુધરાઈ એ પોતાના કેટલાક કર્મચારીઓ સભ્યો ને પણ રેવન્યુ ની જમીનોમા રહેણાંક હેતુ માટે ઠરાવો કરી દસ્તાવેજો કરી આપેલ છે નવા બસસ્ટેન્ડ પાસે રેવન્યુ ની જમીન માં આવેલા ઉદ્યોગ નગરના એક આને બે નંબરના પ્લોટોને હદ ચોકસી સમયે સીટી લીમીટમા ગણી સીટી સર્વે કચેરી ના નકશામાં સમાવી દેવાયેલ છે આ બંન્ને પ્લોટોના રેવન્યુ રેકર્ડ માં ગામ નમુના નંબર બે માં પણ બોલે છે અને સીટી સર્વે કચેરી માં પણ બોલે છે આવી જ બીજી ભુલ સીટી સર્વે કચેરી એ શકિતનગર વિસ્તારમાં હદ ચોક્સી સમયે કરી રેવન્યુ સર્વે નંબર ૧૬૦૮,૧૬૦૯,૧૬૧૦, ૬૧૧૧ અને ૧૬૧૨ (પશુ દવાખાનું) ને પણ સીટી લીમીટમા નકશામાં સમાવી રેવન્યુ ની મીલ્કતો જેના સર્વે નંબરો બોલતા હોવા છતાં સીટી સર્વે ની હદમાં દર્શાવવાની ક્ષતિ કોઈએ ધ્યાને ન લેતા સુધરાઈ આડેધડ રીતે રેવન્યુ ની જમીનો પાણીના ભાવે ઠરાવો કરી વેચાણ કરી રહી છે બીજી તરફ સ્થાનિક રેવન્યુ તંત્ર મૌન બની કોઈ કાર્યવાહી કરતું નથી અને માંગરોળ સીટી સર્વે કચેરી ની” જા બીલાડી મોભા મોભ” ની નિતી અખત્યાર કરી કોઈ તપાસ કર્યા વિના ગેરકાયદેસર વેચાણને માલીકી ની મહોર મારી રહ્યું છે
