માંગરોળ શહેર અને આજુબાજુ વિસ્તારના ખેડૂતોને અને પ્રજાને પીવાનું પાણી પૂરું પડતા લંબોરા ડેમ થયો હતો ઓવરફ્લો નદીમાં પાણી આવતા લોકોને કોઝવે પર થી અવર જવર ન કરવા પોલિસે સુચના આપી બંદોબસ્ત ગોઠવી આપ્યો હતો,,
માંગરોળ ની જીવા દોરી સમાન એક માત્ર લંબોરા ડેમ થયો ઓવરફ્લો ખેડૂતોમાં અને આમ પ્રજામાં ભારે ખુશી છવાઇ
કામનાથ નોળિ નદીમાં પાણી આવતા માંગરોળ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને રાહદારી ઓને અટકાવી અવર જવર ના કરવા અને જરૂરી કામ વગર નદીનો કોઝવે પાર ન કરવા સુચના આપવામા આવેલ
ઉપર વાસ કેશોદ અને અજાબ મેસવાણ સહિતના કેશોદ તાલુકામાં ના ગામોમાં એકધારો વરસાદ પડતાં માંગરોળ લંબોરા ડેમમાં ઓવરફ્લો થતા કામનાથ નોળિ નદીમાં પાણીની આવક શરૂ થતા સવાર માજ નદીનું પાણી જોવામાટે લોકો ઉમટી પડયા હતા,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

