Gujarat

  માં સરસ્વતીના ધામને કલંકિત કરતી ઘટના નસવાડીના વાંકીખાખર પ્રાથમિક શાળામાં સામે આવી છે, શાળાના સંકુલમાં નશાના રાજપાટમાં આળોટતા શિક્ષકને ગ્રામજનોએ ઠપકો આપી વીડિયો ઉતારી વાઇરલ કર્યો છે,સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરી બોલાવ્યા હતા

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાંકીખાખર ગામમાં મા સરસ્વતીના ધામને લાંછન રૂપ ઘટના સામે આવી છે. વાંકીખાખર ગામની સ્કૂલનો શિક્ષક દારૂના નશામાં દ્યુત થઇને શાળાના સંકુલમાં રાજપાટમાં જમીન ઉપર અળોટતો  જોવા મળ્યો, વિદ્યાર્થીઓએ વાલીઓને જાણ કરી અને વાલીઓ SMC ના સભ્યો અને ગ્રામજનો શાળામાં આવ્યા અને નશાના રાજપાટ મા પડેલા શિક્ષકને ઠપકો આપતા વિડીયો ઉતારી સોસીયલ મીડિયામાં વાયરલ કર્યો, વીડિયોમાં શિક્ષક બે ફામ વાણી વિલાસ કરતો જોવા મળી રહ્યો છે, શિક્ષકનો વીડિયો વાઇરલ થતાં શિક્ષણ ક્ષેત્રે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.  વાંકીખાખર ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતો શિક્ષક પ્રકાશભાઇ શંકરભાઇ ચૌધરી આજે દારૂના નશાની હાલતમાં શાળામાં આવ્યો . જેથી ગ્રામજનો સ્કૂલમાં દોડી આવ્યા  અને શિક્ષકને નશાની હાલતમાં જોતા હોબાળો મચાવ્યો હતો અને ગ્રામજનોએ જાતે તેનો વીડિયો બનાવીને નસવાડી તાલુકામાં વાઇરલ કર્યો છે. જેને લઈને નસવાડી તાલુકા શિક્ષણ અધિકારીને આ વાતની ખબર પડતાં તુરંત જ સીઆરસીને જાણ કરીને શાળામાં મોકલ્યા અને સ્થળ પંચકયાસ કરીને ગ્રામજનોના નિવેદન લીધા છે. ગ્રામજનોનું માનીએ તો શિક્ષક પ્રકાશ ચૌધરી આ પ્રથમ વખત નશો કરી શાળામાં નથી આવ્યો ..શિક્ષક કાયમ દારૂ પીને જ  શાળામાં આવતો…ગ્રામજનોએ શિક્ષકને વારંવાર ચેતવ્યો પણ શિક્ષક ઉપર તેની કોઈ અસર થતી નહતી,અને એટલે આખરે ગ્રામજનોએ શિક્ષકની આ હરકત ને ઉજાગર કરી દીધી.
       સમગ્ર મામલે એક જિલ્લા શિક્ષણ અધિકારીએ એક તપાસ ટિમનું સગઠન કર્યું છે અને તપાસ અહેવાલ આવતાં જ શિક્ષક ઉપર કાર્યવાહી ની વાત જિલ્લા શિક્ષણ અધિકારી એ કરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *