શ્રી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લાના તેમજ અન્ય વિસ્તારના ગુમ થયેલ વ્યક્તિઓને સોધવા અસરકારક કામગીરી કરવા સુચના આપેલ જે આધારે શ્રી એ.વી.કાટકડ, નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન તથા બોડેલી સર્કલ બોડેલી નાઓના માર્ગદર્શનથી
બોડેલી પો.સ્ટે.ના બોડેલી ટાઉન વિસ્તારમાં એક અસ્થિર મગજનો ઇસમ મળી આવેલ જેને પો.સ્ટે. લાવી નામઠામ પુછતા તેણે પોતાનું નામ સુનિલભાઇ સોનેલભાઇ ઉ.વ.૩૫ રહે-રજીપુર સેલાવન તા.બિંકી જી.ફતેપુર ઉત્તર પ્રદેશનો હોવાનું જણાવતા પોલીસ સબ ઇન્સ. એ.એસ.સરવૈયા બોડેલી પો.સ્ટે. નાઓ તથા તેમની ટીમ દ્વારા પરીવારની તપાસ કરી આજરોજ મળી આવેલ ઇસમના બનેવી જીતેન્દ્રકુમાર વસંતલાલ રહે-સેલાવન તા.બિકી જી.ફતેપુર ઉત્તર પ્રદેશ નાઓને સોંપવામાં આવેલ છે


