રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
8 માર્ચ 2022 વિશ્વ મહિલા દિન નિમિત્તે તાલુકા કક્ષાનો માતૃ શક્તિ વંદના કાર્યક્રમ છીપડી કન્યા શાળા તા.કઠલાલ ખાતે યોજાયો.દીપ પ્રાગટય અને સરસ્વતી વંદનાથી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ મહેમાનોનું પુસ્તક અને પુષ્પ ગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું. મુખ્ય વક્તા તરીકે પૂર્વીબેન દિનેશભાઇ શર્મા (આંખે દિવ્યાંગ દીકરી) દ્વારા મહિલા સશક્તિકરણ અને મહિલાઓ પોતાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બને તે અંગે સુંદર રજુઆત કરી. અતિથિ વિશેષ તરીકે કઠલાલ તાલુકા ના મામલતદાર જિજ્ઞાષાબેન એસ.પટેલ ઉપસ્થિત રહ્યા.મહિલાઓના ઉત્કર્ષ અને ઉત્થાન માટે વિશેષ વાત કરી.શિક્ષિકા બહેનોના સમાજમાં યોગદાન ની કદર કરી. સાથે સમગ્ર કાર્યક્રમના સુંદર આયોજન અને અમલીકરણ માટે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કઠલાલને અભિનંદન પાઠવ્યા.ત્યારબાદ કાર્યક્રમ ના અધ્યક્ષ નીતાબેન પરમાર (મહિલા ઉપાધ્યક્ષ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કઠલાલ) દ્વારા બહેનોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી.તેમજ સમગ્ર તાલુકાની મહિલા શક્તિને તેમના વહીવટી અને સેવાકીય પ્રશ્નો અંગે વિના સંકોચે રજુઆત કરવા જણાવ્યું. સંગઠનમાં વધુ ને વધુ મહિલાઓ જોડાય અને રસથી કામ કરે તે માટે આહવાન કર્યું. પોતાના ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપનાર મહિલાઓના સન્માનમાં પૂર્વીબેન અને નિકિતાબેન ઝાલા નું સન્માન કરવામાં આવ્યું.અંતમાં રેખાબેન ડીંડોર(મહિલા મંત્રી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કઠલાલ) દ્વારા આવેલ મહેમાનો, માતૃશક્તિ તેમજ કાર્યક્રમનું સફળ આયોજન કરનાર શાળાના આચાર્યશ્રી સુભાષભાઈ ડાભી(સંગઠનમંત્રી પ્રા.શૈક્ષિક મહાસંઘ કઠલાલ) પ્રવિણસિંહ ડાભી(આચાર્ય કન્યાશાળા છીપડી તેમજ સમગ્ર સ્ટાફનો ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો.ખૂબ મોટી સંખ્યામાં માતૃશક્તિ ઉપસ્થિત રહ્યા હતા.


