નિસાર શેખ,મહુધા
મીનાવાડાની આદર્શ વિદ્યાલય હાઈસ્કૂલ ખાતે શાળાના નિવૃત્ત થતા સેવક નો વિદાય સમારંભ અને ધો.૧૦ના વિદ્યાર્થીઓને શુભેચ્છા સમારંભ તેમજ વ્યસન મુક્તિ સંદર્ભે રામભાઈ પટેલનુ પ્રવચન ગોઠવવામા આવ્યુ હતુ આ પ્રસંગે સોમનાથ કેળવણી મંડળના પ્રમુખ મનહરકુવરબા અમરસિહજી વાઘેલા, ગામના માજી સરપંચ સામંતસિહ સોઢા, અન્ય ભૂતપૂર્વ સરપંચશ્રીઓ તથા હાલના સરપંચ તથા અન્ય નાગરિકો તેમજ વાલીઓ એ હાજર રહીને શાળા પરિવારને પ્રેરણા-પ્રોત્સાહન પુરૂ પાડયુ હતુ સૌ સ્ટાફ મિત્રોના સહકારથી શાળાના આચાર્ય દિનેશભાઈ રાણાએ સમગ્ર સમારંભ નુ સંચાલન અને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.


