Gujarat

મોગલધામ પ્રાસલી ખાતે પૂનમ નિમિતે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરાયું

હાર્દિક કાનાબાર પ્રાચી
દર મંગળવારે તેમજ પૂનમ નિમિતે પ્રાસલી ગામ સમસ્ત સંતવાણી તેમજ સમૂહ પ્રસાદી નું આયોજન કરવા માં આવે છે
સુત્રાપાડા તાલુકાના પ્રાસલી ગામે  વેરાવળ કોડીનાર હાઇવે પર બિરાજમાન મોગલમાં ના મંદિર ના પટાંગણ માં પૂનમ નિમિતે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરાયું હતું જેમાં ઉર્વશી બેન આહીર, કિરીટભાઈ ગોસ્વામી, તેમજ સાહિત્ય કાર વિદુરભાઈ આહીર  જેવા નામાંકિત કલાકારો એ લોક ડાયરામાં રમઝટ બોલાવી હતી તેમજ સમસ્ત પ્રાસલી ગામ દ્વારા સમૂહ પ્રસાદી નું પણ આયોજન કરાયું હતું  આ મોગલધામ પ્રાસલી ખાતે મોગલ માં ના મંદિરે દર રવિવારે મહા આરતી તેમજ પૂજા અર્ચના કરવા માં આવે છે તેમજ દર મંગળવારે અને પૂનમ ના દિવસે મહા આરતી પૂજા અર્ચના તેમજ સંતવાણી અને સમૂહ પ્રસાદી નું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેથી રવિવાર, મંગળવારે અને પૂનમ ના દિવસે મોટી સંખ્યા  માં ભાવિકો  ની માં ના દર્શન કરવા મોટી  કતાર જોવા મળેછે મોગલધામ પ્રાસલી માં  માં મોગલ માં ના દર્શન કરવા આવતા તમામ ભક્ત જનો ને  સમસ્ત પ્રાસલી ગામ  દ્વારા ચા પાણી ની વ્યવસ્થા કરવા માં  આવે છે  તેમજ મંગળવારે અને પૂનમે સમૂહ પ્રસાદી નું આયોજન કરવા માં આવે છે જેમાં અંદાજે 1000,થી1200  ભક્ત જનો   મોગલ માં ના દર્શન નો તેમજ પ્રસાદી નો  લાભ લઇ ધન્યતા અનુભવે છે આ મોગલધામ ખાતે યોજાયેલ કાર્યક્રમ ને સફળ બનાવવા સમસ્ત પ્રાસલી ગામ જહેમત ઉઠાવી સફળ બનાવે છે
મોગલધામ પ્રાસલી માં

IMG-20220614-WA0166.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *