ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના આધારે એ.વી.કાટકડ નાયબ પોલીસ
અઘિક્ષક છોટાઉદેપુર ડીવીઝન તથા ડી જે.પટેલ, સર્કલ પોલીસ ઇસ્પેક્ટર છોટાઉદેપુર સર્કલ નાઓના માર્ગદરસન મુજબ પ્રોહી. તથા જુગારના સફળ કેસો શોધી કાઢવા સુચના આપતા જુગારની અસામાજીક પ્રવ્રુતી શોધી કાઢવા સતત પ્રયત્નશીલ રહી જુગારના કેસો શોધી કાઢવા સમજ કરેલ જેથી પો.સ.ઈ એચ આર જેતાવત તથા સ્ટાફ દ્વારા બાતમીદારો થકી મળેલ બાતમી હકિકત આધારે જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના દેસીયા ગામે સ્મશાનની બાજુમા ભારજ નદીના પટ્ટામા ખુલ્લી જગ્યામા જાહેરમા નદીના કિનારે આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પત્તા પાનાનો રોકડા રૂપીયાની હારજીતનો જુગાર રમી રમાડતા હોઇ બાતમી વાળી જગ્યાએ રેઇડ કરી જુગાર રમતા ઇસમોને પકડી પાડી પકડાયેલ ઇસમોની અંગ ઝડતી માથી રોકડા રૂપીયા ૬,૧૦૦/- તથા દાવ ઉપરના રોકડા રૂપીયા ૧૩,૩૦૦/- તથા જુદી જુદી કંપનીના મોબાઇલ નંગ-૩, કિં.રૂ.૧૦,૫૦૦/- તથા પતા પાના નંગ ૫૨ કિં.રૂ.૦૦/- મળી કુલ કિંમત રૂપીયા. ૨૯,૯૦૦/- ના મુદ્દામાલ સાથે છ ઇસમોને જુગાર રમવાની પ્રવ્રુતી સાથે પકડી પાડી જુગારનો ગણના પાત્રનો કેશ શોધી કાઢવામા સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


