મોરબીમાં 43 વર્ષ પહેલા ડેમ તૂટવાની ઘટનાની યાદો ફરી પાછી તાજા થઈ છે. ત્યારે ગતરોજને ઝૂલતો પૂલ તૂટી પડતા સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. પુલ તૂટતા 90થી વધુ લોકોના મોત થયાની માહીતી સામે આવી રહી છે. તેમજ મૃત્યુઆંકમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વીરપુર જલારામ બાપાની 223 મી જયંતીની સાદાઈથી મનાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મોરબીની દુર્ઘટના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. ત્યારે આ ઘટનાને લઈને અનેક નેતાઓએ સંવેદના વ્યક્ત કરી છે. જે બાદ આજરોજને સંત જલારામ બાપાની જન્મ જંયતિ ધૂમધામથી ઉજવણી કરવામાં આવનાર હતી. પણ મોરબીની દુર્ઘટનાના કારણે વીરપુર જલારામબાપા ટ્રસ્ટ દ્વારા શોક વ્યક્ત કરી ઉજવણી સાદાઈથી જ કરી લેવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વીરપુરમાં સંત જલારામ બાપાની આજે 223મી જયંતી છે. ત્યારે મોરબીની ઘટના બાદ સાદાઈથી ઉજવણી કરવામાં આવશે. તે સહિત સૌરાષ્ટ્રમાં અને બીજા અન્ય શહેરોમાં પણ બાપાની જન્મ જંયતિની સાદાઈથી ઉજવણી કરવાનો નિર્ણય લેવાયો છે.
જલારામ બાપાના મંદિરની તમામ ડેકોરેશનની લાઈટોનો શણગાર ઉતારી લેવાયો છે. જલારામ બાપાની મંદિરમાં આજે કોઈપણ પ્રકારના શણગાર નહીં થાય. આ ઘટનાને કારણે જલારામ બાપાની શોભાયાત્રા પણ રદ્દ કરવામાં આવી છે. તેમજ અલગ અલગ ચોકમાં ફલોટ્સ તૈયાર નહિ કરવા અને કેક સેલિબ્રેશન પણ નહિ કરીને સાદગીથી જલારામ બાપાની 223મી જયંતી ઉજવવા માટે ગાદીપતિ રઘુબાપા દ્વારા અપીલ કરવામાં હતી


