Gujarat

યુક્રેનના ચર્નિવિત્સી શહેરમાં લોકોના રહેવા-જમવાની વ્યવસ્થામાં મદદરૂપ થયા અહેવાલ સોની હરેશભાઈ સતીકુંવર વેરાવળ 

રોમાનિયાની ઈન્ડિયન એમ્બસીમાં ભારતીયોની મદદ કરવા માટે સામાન્ય સ્થિતિ થયા બાદ ભારત પરત ફરવાનુ પસંદ કર્યું 

 

વેરાવળના પ્રાંત અધિકારી સરયુબા જસરોટીયાએ યુદ્ધની સ્થિતિમાં પણ માનવીય મુલ્યોને જાળવવા માટે ખુશ અને શુભમને બિરદાવ્યા

ખુશના પિતાએ પ્રધાનમંત્રી શ્રી મોદી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો

સ્યો બુદે દોબરે – બધા સલામતરહેતેવી યુ્ક્રેનની ભાષામાંકામના વ્યકત કરતાં ખુશ અનેશુભમ્

ગીર-સોમનાથ તા. -૦૭યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ભારત પરત ફરેલા વેરાવળના બે યુવાનોએ માનવતાની મહેક પ્રસરાવી છે. આ યુદ્ધની પરિસ્થિતમાં દરેક લોકો યુક્રેન છોડવા માટે બેબકડા બન્યા હોય છે. પરંતુ વેરાવળનો ખુશ શાહ અને શુભમ ગદાએ યુક્રેનની પશ્ચીમમાં આવેલ ચર્નિવિત્સી શહેરમાં ભારત સહિત અન્ય દેશના લોકોની રહેવા-જમવા સહિતની વ્યવસ્થામાં ખૂબ મદદરૂપ થયા હતા. ત્યાર બાદ રોમાનિયા એમ્બસીમાં ભારતીય નાગરિકોને મદદ કરવા માટે ભારત આવવાનુ મોડુ પસંદ કર્યું હતું. ત્યારે ખુશ અને શુભમની આ સ્પિરિટને વેરાવળના પ્રાંત અધિકારી શ્રી સરયુબા જસરોટીયાએ બિરદાવી હતી અને યુદ્ધની સ્થિતિમાં પણ માનવીય મૂલ્યોનુ જતન કરવા માટે રૂબરૂ અભિનંદન સાથે ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.

ભારત સરકારના ઓપરેશન ગંગા હેઠળ હેમખેમ પરત ફરેલા ખુશ અને શુભમ કહે છે કે, અમે યુક્રેનના પશ્ચીમ ભાગમાં આવેલ ચર્નિવિત્સી શહેરમાં હતા. આ ભાગ યુક્રેનના અન્ય વિસ્તારના સરખામણીમાં ખૂબ સુરક્ષિત હતો. યુક્રેનના કીવ, ખારકીવ સહિત અન્ય શહેરના લોકો ચર્નિવિત્સી શહેરમાં આશ્રય લેવા માટે આવી રહ્યા હતા.  જેમા ભારત સહિત અન્ય દેશના નાગરિકો પણ હતા. સ્વભાવિક રીતે લોકોમાં એક ભયનો માહોલ પણ જોવા મળતો હતો. ત્યારે અમે વધુ સુરક્ષિત વિસ્તારમાં હતા, એટલે આ વિપરિત પરિસ્થિતિમાં લોકોની મદદ કરવામાં લાગી ગયા હતા. જેમા લોકોની ભોજન સહિતની વ્યવસ્થા કરતા હતા. આમ, તા.૨૪ ફેબ્રુઆરી થી ૨૮ ફેબ્રુઆરી સુધી યુક્રેનમાં રહ્યા હતા. ત્યાર બાદ રોમનાયા ખાતેની ઈન્ડિયન એમ્બસી ખાતે પહોચ્યાં હતાં હોવાનું સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું કે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *