Gujarat

રાજકોટના આજીડેમ નજીક ૪૭ એકરમાં રામવન આકર્ષણનું કેન્દ્ર બન્યું

રાજકોટ
ગુજરાતમાં પ્રથમ અર્બન ફોરેસ્ટમાં ૪૭ એકરની જગ્યામાં રાજકોટના આજીડેમ નજીક કિશાન ગૌશાળા સામે રામ વન સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે. આ રામવનની વિશેષતા એ છે કે ૪૭ એકર જગ્યામાં બનેલ આ રામવનમાં ભગવાન રામે કરેલા ૧૪ વર્ષના વનવાસ ઉપરાંત ભગવાન રામના જીવન ચરિત્ર સાથે સંકળાયેલ અલગ અલગ પ્રસંગોની ઝાંખી કરાવવામાં આવી રહી છે. ભગવાન રામને જીવન આધારિત પ્રસંગોના અહીં અલગ અલગ ૨૨ જેટલા સ્કલ્પ્ચર પણ મૂકવામાં આવ્યા છે. જેમાં સૌથી વધારે ભગવાન રામની વિશાળ મૂર્તિ, જટાયુ દ્વાર, ભગવાન રામના ધનુષ આકારનો મુખ્ય પ્રવેશ દ્વાર, પર્વત લઇ આવેલ હનુમાનજી મહારાજના સ્કલ્પ્ચર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ રામવનને ખુલ્લું મૂકવામાં આવશે.

File-02-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *