Gujarat

રાજકોટના નવાગામમાં લગ્નના એક દિવસ બાદ પત્નીના પ્રેમીએ પતિને મારી નાખ્યો

રાજકોટ
રાજકોટના જસદણના નવાગામમાં રહેતા કમલેશ મોહનભાઈ ચાવડાએ હજી તો ૧૫ ઓગસ્ટે વડીયા ગામની કોમલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ કમલેશ ક્યાં જાણતો હતો કે, તેની પત્ની કોમલને અન્ય યુવક સાથે પ્રમસંબંધ છે. પ્રેમિકા કોમલના લગ્ન થતા જ પ્રેમી યશંવત મહેશભાઈ મકવાણાને ખાર ચડ્યો હતો. આથી તે રાત્રિના કમલેશના ઘરે ઘૂસી તેને છરીના ૫ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આટકોટ પોલીસ દોડી ગઈ હતી અને કમલેશના મૃતદેહને જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ પરિવારજનોએ આરોપી ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. આથી પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. જસદણ સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારજનો ઉમટી પડ્યા છે. મૃતક કમલેશના કોમલ સાથે બીજા લગ્ન હતા. પહેલી પત્નીને છૂટાછેડા આપી કોમલ સાથે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ કમલેશને ક્યાં ખબર હતી કે કોમલને બીજા યુવક સાથે પ્રમસંબંધ છે. કમલેશના ભાઈ વિનોદભાઈએ આટકોટ પોલીસમાં આરોપી યશવંત વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. આથી પોલીસે યશવંત વિરૂદ્ધ આઈપીસી કલમ ૩૦૨, ૪૪૭ અને એટ્રોસિટી કલમ ૩ (૨) (૫) તથા જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે. ફરિયાદમાં જણાવ્યા વડીયા ગામમાં રહેતી કોમલને પોતાના જ ગામના યશવંત સાથે પ્રેમસંબંધ હતો. આથી કોમલ યશવંત સાથે જતી રહી હતી. પરંતુ થોડા દિવસ પહેલા જ કોમલ ફરી માતા-પિતા પાસે પરત ફરી હતી. બાદમાં નવાગામના જ્ઞાતિના કમલેશ સાથે કોમલના ૧૫ ઓગસ્ટે લગ્ન કરવામાં આવ્યા હતા. કમલેશના આ બીજા લગ્ન હતા. કમલેશ સાથે પ્રેમિકા કોમલે લગ્ન કરતા પ્રેમી યશવંતને ખાર ચડ્યો હતો. આથી ગત રાત્રિએ યશવંત કમલેશના ઘરે જઈ તેના પર છરીના પાંચ ઘા ઝીંકી દીધા હતા. આથી કમલેશનું મોત થતા તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

File-02-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *