રાજકોટ
રાજકોટના ગોંડલના ભગવતપરામાં રહેતી સગીરાને પાડોશમાં જ રહેતા નાઝીર સમીરભાઇ શાહમદાર (ઉં.વ. ૩૫) અને સમીર નામના બે શખ્સે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી છેલ્લા સાત-આઠ મહિના સુધી અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની ફરિયાદ સિટી પોલીસ મથકમાં સગીરાની માતાએ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૭૬, ૫૦૬, ૨, ૧૧૪ અને જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ સંગાડાએ હાથ ધરી છે. બંને શખ્સ સગીરાને મોબાઈલ ઉપર અનેકવાર ધાક-ધમકી આપતા હતા. મોબાઈલ પર કહેતા હતા કે, તારા લગ્ન થઈ જાય પછી પણ અમે તને જ્યારે કહીએ ત્યારે તારે અમારી સાથે આવવું જ પડશે. પોલીસે મોબાઇલ રેકોર્ડિંગ કબ્જે કરી બંને શખસને ઝડપવા શોધખોળ હાથ ધરી છે. ત્રણ દિવસ પહેલા જ રાજકોટના મુંજકામાં દુષ્કર્મની ઘટના સામે આવી હતી, જાેકે આ મામલામાં મહિલાએ નરાધમના કૃત્યથી કંટાળી જાગૃતતા દાખવી આરોપી ઘરમાં ઘૂસ્યો ત્યારે પતિને ફોન કરીને બોલાવી લેતા નરાધમ નાસી ગયો હતો, પરિણીતાને ધમકી આપી ત્રણ વખત આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. મુંજકા વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષની પરિણીતાએ દુષ્કર્મ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં એ જ વિસ્તારમાં રહેતા દીપક રાજપૂતનું નામ આપ્યું હતું. પોતે પોતાના પતિ અને અઢી વર્ષની પુત્રી સાથે રહે છે, દીપક રાજપૂત સાથે ચારેક મહિનાથી પરિચય થયો હતો અને બંને વચ્ચે મિત્રતા કેળવાતા ફોન પર અવારનવાર વાતચીત થતી હતી, દીપક શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો અને ધમકી આપતો હતો કે, આપણા સંબંધોના પૂરાવા તારા પતિને બતાવી દઇશ, તું સંબંધ નહીં રાખે તો તારી અઢી વર્ષની પુત્રીને જાનથી મારી નાખીશ.ગોંડલના ભગવતપરામાં રહેતી સગીરાને પાડોશમાં જ રહેતા બે શખસે છરી બતાવી અનેકવાર દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. હવે બંને શખસો સગીરાને ‘તારા લગ્ન થઈ જાય પછી પણ અમે કહીએ ત્યારે અમારી સાથે આવવું પડશે‘ તેવી ધમકી આપી રહ્યા છે. જાેકે આ અંગે સગીરાની માતાએ ગોંડલ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેને પકડવા માટે શોધખોળ હાથ ધરી છે.


