Gujarat

રાજકોટમાં જૂની અદાવત રાખી જૂથ અથડામણમાં આરોપી પિતા-પુત્રની ધરપકડ

રાજકોટ
રાજકોટના પોપટપરા ત્રેપનિયા ક્વાર્ટર પાસે રહેતા ગોકુલભાઈ લખુભાઈ સિંધવ (ઉ.વ.૩૩) એ ફરિયાદમાં તેમના જ વિસ્તારમાં રહેતા રહીમ ખીરા, હુસેન રહીમ ખીરા, રહીમ ખીરાનો નાનો પુત્ર, રહેમતબેન રહીમ ખીરા, રહીમ ખીરાની દીકરી અને રહીમ ખીરાની બીજી દીકરીનું નામ આપતા કલમ ૩૦૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૩૪૧, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭ અને જીપીએકટ ૧૩૫ હેઠળ ગુન્હો નોંધાયો હતો. ગોકુલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું નોકરી કરી મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. મારો પિતરાઈ ભાઈ મોહિત ગલાભાઇ મકવાણા અને હું બુધવારે સાંજે તેમની વાડીએથી પરત તેમના ઘર તરફ જઇ રહ્યાં હતા. ત્યારે મોહિતની વાડીની બાજુમાં જ વાડી ધરાવતા રહીમ ખીરા, તેની પત્ની રહેમતબેન, પુત્ર હુશેન સહિત છ શખ્સે બોલાચાલી કર્યા બાદ તલવાર, પાઇપથી હુમલો કરી નાસી ગયા હતા.હુમલામાં બંને યુવાનને માથા સહિતના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોય સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પ્રદ્યુમનનગર પોલીસ મથકના પીઆઇ એમ.એ.ઝણકાંટ,પીએસઆઈ કે.ડી.પટેલ, ક્રાઇમ ડીસીપી સહિતના અધિકારીઓ અને સ્ટાફ ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ દોડી ગયા હતા. બનાવ અંગે એસીપી પી.કે.દિયોરાના જણાવ્યા મુજબ, ઇજાગ્રસ્ત મોહિતની પોપટપરા વિસ્તારમાં વાડી આવેલી છે.તેની વાડીની બાજુમાં આરોપી રહીમ ખીરાની વાડી આવેલી છે. દરમિયાન બંનેની વાડી પાસેથી ભૂગર્ભ ગટર કરવાના મુદ્દે અગાઉ બોલાચાલી થયા બાદ અઠવાડિયા પહેલા રહીમ ખીરાના દીકરાઓએ મોહિત સાથે મારામારી કરી હતી. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. દરમિયાન અઠવાડિયા પૂર્વે થયેલી માથાકૂટનો ખાર રાખી રાત્રીના મોહિત તેના મામાના દીકરા ગોકુળ સાથે વાડીએથી ઘરે જતા હતા.ત્યારે રહીમ ખીરા, તેની પત્ની, પુત્રો સહિતનાઓએ ઘાતક હથિયારો સાથે ખૂની હુમલો કર્યો હતો. જ્યારે સામાપક્ષે રહેમતબેન રહીમભાઈ ખીરા(ઉ.વ.૫૩) એ ફરિયાદમાં મોહિત ભરવાડ, ગોકુળભાઈ ભરવાડ અને ચાર અજાણ્યા શખ્સોના નામ આપતા કલમ ૩૨૩,૪૫૨,૫૦૪,૫૦૬(૨) અને ૪૨૭ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.રહેમતબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા કુટુંબ પરીવાર સાથે રહુ છુ અને ઘરકામ કરું છું.ગઈકાલે સાંજે હુ તથા મારા પતિ તથા મારો દિકરો હુશેન તથા નવાજ તથા મારી દિકરી મદીના તથા અજીદા એમ બધા અમારા ઘરની બાજુમાં શેરીમાં બેઠા હતા.ત્યારે અગાઉ અમારે મોહીત ભરવાડ સાથે ભુર્ગભ ગટર બાબતે બોલાચાલી થયેલ તે મોહીત તથા તેનો કાકાનો દિકરો ગોકુલ એમ બન્ને મોટર સાયકલ લઈને શેરીમાં નિકળેલ અને અમો બધાને જાેઈ ગાળો બોલવા લાગેલ જેથી મારા પિતાએ શેરીમાં ગાળો કેમ બોલો છો. તા આ મોહીતને બાઇક સહીત ઉભો રાખી મને’ કેમ ગાળો બોલો છો’ તેમ કહેતા આ મોહીતે તેના બાઇકમાં ભરાવેલ લાકડાનો ધોકો કાઢી અમોને ગાળો આપી લાકડાનો ધોકો મારા પતિને મારવા જતા હું વચ્ચે આડી પડતા મને ધોકાનો એક ઘા મારી દીધો હતો અને ગોકુલે ગાળો આપી મારા પતિનો કાઠલો પકડી લીધેલ અને મોહીતે મને લાકડાના ધોકા વડે મને આડેધડ માર મારવા લાગેતા અમો દેકારો કરવા લાગતા આ બન્ને જણા અમોને મારી નાખવાની ધમકી આપી હતી.ત્યારબાદ થોડીવાર પછી ચાર અજાણ્યા માણસો મોટર સાયકલ લઈને આવેલ અને હાથમાં લાકડાના ધોકા લઈ અમારા ઘરમાં અંદર આવી ધોકા પછાડવા લાગતા અમો બધા ઘરની બહાર જાન બચાવી ભાગી ગયા હતા અને આ ચારેય માણસો ઘરમાં તોડફોડ કરવા લાગ્યા હતા અને મને મુંઢ ઈજા થઈ હતી. બાદમાં અમોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.રાજકોટ શહેરની સેન્ટ્રલ જેલની પાછળ ત્રેપન ક્વાર્ટરમાં જૂના ઝઘડાનો ખાર રાખી ત્રણ મહિલા સહિત ૬ શખ્સે પિતરાઇભાઇઓ પર ઘાતક હથિયારો સાથે ખૂની હુમલો કર્યો હતો આ હુમલામાં ઘવાયેલા બંને યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે સામાપક્ષે પણ મારામારીમાં બે વ્યક્તિ ઘવાયા હતા.તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અંગે પ્ર.નગર પોલીસ મથકમાં સામસામી ફરિયાદ લઈ ૧૨ શખ્સો સામે હત્યાનો પ્રયાસ, રાયોટિંગ તેમજ મારામારી અંગેની કલમ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. જયારે મુખ્ય આરોપી પિતા-પુત્ર રહીમ ખીરા અને હુસૈન ખીરાની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવને પગલે ઘટના સ્થળે તેમજ હોસ્પિટલમાં પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે.

Accused-father-son-arrest.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *